ગાંધીનગર ટાઉનહોલ ખાતે “રામ કે નામ” સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Rudra
By Rudra 2 Min Read

ગાંધીનગર : સનાતન સંસ્કૃતિ અને આધુનિક સંગીતનો સંયોજન કરતો એક અનોખો કાર્યક્રમ “રામ કે નામ” કલાકાર અરવિંદ વેગડા દ્વારા ગાંધીનગરના ટાઉન હોલ ખાતે તા.૨૫ જુલાઈએ યોજાઈ ગયો.

સાંજે ૮.૩૦ વાગે શરૂ થયેલ આ કાર્યક્રમમાં ગાંધીનગર અને અમદાવાદના પ્રેક્ષકોએ ભગવાન શ્રી રામના ગીતો, ભક્તિભાવથી ભરેલા નૃત્યો અને સંગીતનો અભૂતપૂર્વ અનુભવ કર્યો હતો અને સૌ ભકિતમાં ઝુમી ઉઠ્યા હતાં.

આ ભક્તિમય સાંજનું મુખ્ય આકર્ષણ લોકપ્રિય ગાયક અરવિંદ વેગડા, જેઓએ પોતાના એક નવાજ રૂપમાં ભગવાન શ્રી રામના ભજન અને રામગીતોની રજૂઆત કરી હતી.

તેમના સાથે જોડાયા હતાં પ્રખ્યાત કલાકાર ગાયિકા સંગીત વિશારદ દેવાંશી શાહ જેમના ગીતોએ પણ મન મોહ્યું હતું.

લોકસાહિત્ય અને ભગવાન શ્રી રામના અલગ અલગ રૂપો ને આજની યુવાપેઢી પણ જાણે તે રીતે જાણીતા લોકસાહિત્યકાર સુખદેવ ગઢવીએ રજૂ કર્યા હતા.

સાથે જ દેશ વિદેશમાં ગુજરાતની સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરનાર કલાકાર જતીન સાધુ અને જાણીતા નૃત્યકાર દીપલ પંડ્યા સાથે ૫૦ થી વધુ નૃત્ય અને સંગીત કલાકારોની ટીમ જોડાઈ હતી.

કાર્યક્રમ માણવા આવેલા પ્રેક્ષકોએ સાથે મળીને એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રાનો ભાગ બન્યા હતા જ્યાં ભક્તિ સંગીત અને નૃત્યને કારણે ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયા હતા.

આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ પ્રકારના આયોજનો દ્વારા આજના યુવાનોને સનાતન સંસ્કૃતિનો સંદેશ મળશે તેમ કહ્યું હતું સાથે જ કાર્યક્રમમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના પ્રચાર અધિકારી નિનેશ ભાભોર, બીજેપી પ્રદેશ સાંસ્કૃતિક સેલના કન્વીનર જનક ઠક્કર, જીફા ના હેતલ ઠક્કર, જાણીતા કલાકાર રાકેશ પાંડે, ગુજરાતી ફિલ્મ અભિનેતા રાકેશ પૂજારા, કરણ તોમર વગેરે હાજર રહ્યાં સાથે જ ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સ ના કલાકારો મૌલિક ચૌહાણ, મોરલી પટેલ અને બંસી રાજપુત પણ તેમના ફિલ્મની વાતો લઈને આવ્યા હતા. હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના મહિલા પ્રમુખ જિજ્ઞા તિવારી દ્વારા કલાકારોને અભિનંદન આપી આ પ્રકારના આયોજનો માં સાથ સહકાર આપવા ની વાત કરી હતી.

ભગવન શ્રી રામના આશીર્વાદ સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિમાં પ્રેક્ષકો દ્વારા કલાકારોને ખૂબ શુભેરછાઓ આપવામાં આવી હતી અને આયોજકોના આ પ્રકારના આયોજનો વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

Share This Article