ભારતની રાજધાની દિલ્હીમાં આવેલા મૂળચંદ હોસ્પિટલ બાબતમાં સુપ્રિમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુપ્રિમ અદાલતે કહ્યુ છે કે, રાજધાની દિલ્હીમાં જેટલા પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે કે જે સરકારી જમીન પર બન્યા છે. તે દરેકે ગરીબોનુ ઇલાજ મફતમાં કરવુ પડશે. સુપ્રિમ કોર્ટે તેમ પણ કહ્યું છે કે, હોસ્પિટલના 25 ટકા બેડ ગરીબ માટે ફાળવવા પડશે. જો કોઇ પણ હોસ્પિટલ ગરીબોની ટ્રીટમેન્ટ મફતમાં નહી કરે તો તે હોસ્પિટલનુ લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવશે.
આ મોટા ચૂકાદા બાદ હોસ્પિટલ જલ્દી જ સુપ્રિમ કોર્ટના આ ચૂકાદાનું પાલન કરશે. જો તે પાલન નહી કરે તો જે-તે હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવશે. સુપ્રિમ કોર્ટના આ મહત્વના ચૂકાદા બાદ રાજધાની દિલ્હીના ગરીબોને રાહત મળશે. પૈસા વગર ઇલાજ ના કરાવતા ગરીબ હવે મફત ઇલાજ કરાવી શકશે.