છોટાઉદેપુર : છોટાઉદેપુરમાં પોલીસકર્મીએ પોતાની જ પત્ની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ASI વરસન રાઠવાએ જ પોતાની પત્ની કેળીબેનનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી છે. જાે કે હાલ તો આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, પોલીસકર્મી ASI તરીકે ફરજ બજાવતો હતો. આરોપી પોલીસકર્મીએ પીપલેજ ગામેથી ગોંદરિયા ગામે જવાના રસ્તા પર હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીને પોલીસે ફરજ પરથી સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી છે. મંગળવારના રોજ અજાણી ડેડ બોડી મળી હતી, જેનો ભેદ ઉકેલાતા આરોપી પોલીસકર્મીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more