ણભામાં દારુ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર લગાવતા ઘટના બની
અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે, અમદાવાદમાં ગુનેગારોને રોકવા જતી પોલીસ પર જ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બુટલેગરને રોકવા જતી પોલીસની ગાડી સાથે દેશી દારુ ભરેલી ગાડીથી ટક્કર કરવામાં આવી છે.જેમાં એક પોલીસ કર્મીનું મોત થયુ છે. તો અન્ય એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે. અમદાવાદમાં ગુનેગારોને જાણે હવે પોલીસનો ડર જ ના રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. બુટલેગરો બેફામ બનતા જઇ રહ્યા છે.અમદાવાદ પોલીસને બુટલેગરો દેશી દારુ ગાડીમાં લઇ જઇ રહ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે કણભા પોલીસ બુટલેગરનો પીછો કરી રહી હતી. જાે કે બુટલગરોએ કણભામાં પોલીસની ગાડીને જ ટક્કર લગાવી દીધી હતી. જેના કારણે પોલીસની ગાડી પલટી ગઇ હતી. ગાડીને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત થયુ છે.જ્યારે અન્ય એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. જેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે. બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારતા છજીૈં બળદેવજી મરતાજી ઠાકોરનું મોત થયુ છે. ગાડીને ટક્કર લગાવ્યા પછી બુટલેગર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જે પછી બુટલેગર સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હાલ આરોપીને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે અને આરોપીને શોધખોળ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય પોલીસ સહિતની ટીમ આરોપીને પકડવાના કામે લાગી છે.
Škoda ઓટો ઇન્ડિયાએ 4×4 SUV Kodiaq ભારતમાં લોન્ચ કરી
મુંબઇ : Škoda Kylaq રેન્જના સફળ લોન્ચ બાદ Škoda ઓટો ઇન્ડિયાએ હવે 4x4 SUVની તદ્દન નવી જનરેશનના લોન્ચ સાથે સ્પેક્ટ્રમના...
Read more