પ્રકાશ રાજ વિરુદ્ધ ચંદ્રયાન-૩ની મજાક ઉડાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સાઉથના ફેમસ અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં જ પ્રકાશ રાજે ચંદ્રયાન ૩ અંગે ટિ્‌વટર પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને લઈને હોબાળો થયો હતો અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રકાશ રાજે ઈસરોના મહત્વપૂર્ણ મિશન એટલે કે ચંદ્રયાન-૩ મિશનની મજાક ઉડાવી હતી. આ મામલામાં હવે તેની સામે બાગલકોટના બનાહટ્ટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, રવિવારે પ્રકાશ રાજે ટિ્‌વટર પર શર્ટ અને લુંગી પહેરેલા એક વ્યક્તિના કાર્ટૂનનો ફોટો શેર કર્યો હતો, જેમાં તે ચા રેડી રહ્યો હતો. આ ફોટો પોસ્ટ કરતાં પ્રકાશ રાજે લખ્યું, ‘હમણાં જ ચંદ્રયાનનો પહેલો વ્યૂ મળ્યો.’ પ્રકાશ રાજે લખ્યું, જેઓ માત્ર નેગેટિવ વસ્તુઓ જ જુએ છે તેને તે જ વસ્તુ દેખાય છે. હું આર્મસ્ટ્રોંગના સમયમાં અમારા કેરળના ચાવાળાને ઉજવણી કરતા બતાવી રહ્યો હતો, ટ્રોલ્સે કયા ચાવાળાને જોયા? જયારે આ ફોટો સામે આવ્યા બાદ પ્રકાશ રાજની સોશિયલ મીડિયા પર ટીકા થવા લાગી હતી. લોકોએ કહ્યું કે ચંદ્રયાન-૩ મિશન દેશના ગૌરવ સાથે જોડાયેલું છે, જેની પ્રકાશ રાજ મજાક ઉડાવી રહ્યા છે.

Share This Article