ફિઝિકલ ટ્રેનરે અભિનેતા રણબીર કપૂરના ટ્રાન્સફોર્મેશનનો ફોટો શેર કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડ અભિનેતા રણબીર કપૂરે ફિલ્મ એનિમલથી લોકોને ચોંકાવી દીધા હતા. રણબીર કપૂર હાલના દિવસોમાં ફિટનેસ ગોલ આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા તે પહાડોની વચ્ચે પરસેવો પાડતો જોવા મળ્યો હતો. હવે ફિઝિકલ ટ્રેનરે તેના શાનદાર ટ્રાન્સફોર્મેશનનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે, છેલ્લા ૩ વર્ષમાં એનિમલથી લઈ ફિલ્મ રામાયણ માટે અભિનેતા કેટલો બદલાય ગયો છે. રણબીર કપૂરના ફિઝિકલ ટ્રેનર શિવોહમે ઈન્સ્ટાગ્રામ પર રણબીરની ફિઝિકલ જર્નીનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં પહેલા ફોટોમાં એનિમલ દરમિયાનનો છે. આ ફિલ્મ ગત વર્ષે રિલીઝ થઈ હતી અને ત્યારબાદ રણબીરે વજન વધાર્યું હતુ.

બીજા અને ત્રીજા ફોટોમાં તેના સિક્સ પેક્સ મસલ્સ અને ટોન્ડ બોડી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ બધું તેની મહેનતનું પરિણામ છે. ૪૧ વર્ષના રણબીર કપૂરે રામાયણ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. આ પહેલા તેનો એક વીડિયો વાયરલ પણ થયો હતો. જેમાં તે ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો. સ્વિમિંગ, પહાડો પર ચઢવું સાઈકલ ચલાવવી અને રનિંગ કરવું. આ દરમિયાન તેની સાથે પત્ની આલિયા ભટ્ટ અને પુત્રી રાહાએ પણ તેનો સાથ આપ્યો છે. રાહા આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે. રામાયણ માટે રણબીર કપૂર કોઈ પણ ભૂલ કરવા માંગતો નથી, તે જાણે છે કે, ભગવાન રામનું પાત્ર નિભાવવું આસાન નહિ હોય. રણબીર ખુદ આ પાત્રને શાનદાર રજુ કરવા માટે પરસેવો પાડી રહ્યો છે. તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

Share This Article