ઓપ્પો દ્વારા લોન્ચ કરાયો 93.8 % સ્ક્રીન ટુ બોડી રેશિયો ધરાવતો ફોન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઓપ્પો તેનો ફ્લેગશિપ ફોન જેને ઓપ્પો ફાઇન્ડ X તરીકે ઓળખવામાં આવે છે તે 19 જૂન ના રોજ લોન્ચ કરી રહ્યું છે ત્યારે ઈન્ટરનેટ ઉપર લીક થયેલી ઇમેજ એવું દર્શાવે છે કે તે અત્યારસુધીની બધીજ સ્ક્રીન કરતા સૌથી વધુ બોડી તો સ્ક્રીન રેશિયો ધરાવતો દુનિયાનો પહેલો ફોન બનશે !! આ ફોન ઉચ્ચ સ્ક્રીન રેશીયોના કારણે ડિસ્પ્લેમાં મોટો પરંતુ પોકેટ સાઈઝમાં નાનો હશે.

સ્માર્ટફોન માં એપલના આઈફોન 10 ના લોન્ચ બાદ બધી કંપનીઓમાં સ્ર્કીન ટુ બોડી રેશિયો વધરવાની એક રેસ ચાલુ થઇ ગઈ છે. ઘણી કંપનીઓએ પોતાના હાર્ડવેર અને સોફ્ટવેરને ટચ બેઝ બનાવી અને મિનિમલ ડિઝાઇન તરફ જોવાનું ચાલુ કર્યું છે. જેમાં આવી ડિઝાઇનનો મુખ્ય હેતુ ઓછા બટન અને વધુ સ્ક્રીન રાખી સરળ અને ઝડપી યુઝર ઈંટરફેસ બનાવી શકાય તેવો છે.

આ ફોન 6.4 કે વધુના ડિસ્પ્લે સિવાય 8GB રેમ અને 128 / 256 GB ફોન મેમરી સાથે લોન્ચ થવાની શક્યતા છે.

આગામી લોન્ચ થનારા ફોનના મોડલ ઉપર અને અન્ય મોડલો સાથેની હરીફાઈમાં આ ફિચર કેટલો મહત્વનો ભાગ ભજવે છે તે આવનારા દિવસોજ બતાવશે. ઓપ્પો ફાઇન્ડ x ભારત માં 19 જૂનના લોન્ચ પછીજ તેનો ડીટેઇલ્ડ રીવ્યુ તથા ફીચરની વેરિફાઇડ માહિતી ખબરપત્રી ડોટ કોમ આપણે અચૂક પુરી પડશે,

Share This Article