બાગેશ્વર ધામમાં ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

છેલ્લા કેટલાક સમયથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો જીવ જોખમમાં હોય તેમ એક વ્યક્તિ દેશી કટ્ટા અને કારતુસ સાથે ઝડપાયો છે. પકડાયેલ ઈસમ પાસે હથિયાર ક્યાથી આવ્યા, કેમ તે હથિયાર સાથે બાગેશ્વર ધામમાં આવ્યો હતો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં આજે મંગળવારે એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાઈ જતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આરોપી પાસેથી એક કટ્ટો અને જીવતા કારતુસ મળી આવ્યા છે. આ સમાચાર મળતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ વ્યક્તિની પોલીસે સઘન પુછપરછ હાથ ધરી છે. તે કોઈ ગુનાને અંજામ આપવા આવ્યો હોવાની આશંકા છે. જોકે પોલીસ આરોપીની પૂછપરછમાં વ્યસ્ત છે. યુવકનું નામ રજ્જન ખાન જણાવવામાં આવી રહ્યું છે, જે શિવપુરી જિલ્લાનો રહેવાસી છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ, બાગેશ્વર ધામના પરિક્રમા માર્ગ પાસે એક યુવક શંકાસ્પદ જણાયો હતો. શંકાસ્પદ વ્યક્તિની માહિતી પોલીસને આપવામાં આવી હતી. જ્યારે પોલીસે યુવકને પકડીને તેની ચકાસણી કરી તો તે ચોંકી ગયો હતો. તલાશી દરમિયાન આરોપી પાસેથી એક કટ્ટો મળી આવ્યો હતો.

Share This Article