પાકિસ્તાની અખબારે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા કહ્યું, “ભારતનું ભવિષ્ય હાલમાં એક સારા નેતાના હાથમાં છે”

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પાકિસ્તાન ભૂખમરાની આરે પહોંચી ગયું છે. દેશના વડાપ્રધાને પણ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન ભીખ માંગવા મજબૂર છે. ડૂબતી અર્થવ્યવસ્થા બાદ સમગ્ર પાકિસ્તાનમાં લોકો શહેબાઝ શરીફ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસામાં થઈ રહી છે. પાકિસ્તાની અખબારે પીએમ મોદીના કાર્યોના વખાણ કરતાં કહ્યું છે કે ભારતનું ભવિષ્ય હાલમાં એક સારા નેતાના હાથમાં છે.  પહેલીવાર ભારત અને ભારતના વડાપ્રધાનના વખાણ કરતા પાકિસ્તાનના એક અખબારમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદી ભારતને એવી ઊંચાઈ પર લઈ ગયા છે જ્યાંથી દેશ પોતાનો પ્રભાવ ફેલાવી શકે છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે.

“PM મોદીના નેતૃત્વના કારણે જ ભારતની વિદેશ નીતિમાં સુધારો થયો છે અને દેશની GDP $ ટ્રિલિયનને પાર કરી ગઈ છે.” જાણીતા રાજકીય, સુરક્ષા અને સંરક્ષણ વિશ્લેષક શહઝાદ ચૌધરીએ તેને ‘સ્મારક વિકાસ’ ગણાવીને ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’માં લખ્યું છે કે, ભારત આ સમયે તમામ રોકાણકારો માટે પ્રિય સ્થળ બની ગયું છે. તેમણે લેખમાં ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે PM મોદીની અધ્યક્ષતામાં ભારતે વિદેશ નીતિના મોરચે પોતાનું અલગ ક્ષેત્ર સ્થાપિત કર્યું છે, એટલે કે બદલાતા સમયમાં પણ ભારતે વૈશ્વિક સ્તરે પોતાનો પ્રભાવ વધાર્યો છે. વૈશ્વિક મંચો પર ભારતની સ્વીકૃતિ વધી છે. વિદેશ નીતિના મામલે ભારતની સર્વોપરિતા વધી છે. ભારત એગ્રીકલ્ચર પ્રોડક્ટ્‌સ અને આઈટી ઈન્ડસ્ટ્રીનું મોટું હબ રહ્યું છે. આ લેખમાં લખવામાં આવ્યું છે કે કૃષિ ક્ષેત્રે ભારતની પ્રતિ એકર ઉપજ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે અને ૧.૪ અબજની વસ્તી હોવા છતાં ભારતમાં પ્રમાણમાં સ્થિર, સુસંગત અને કાર્યકારી રાજનીતિ છે. આંકડાઓને ટાંકીને શહઝાદ ચૌધરીએ તેમના લેખમાં કહ્યું કે ભારતની નરેન્દ્ર મોદી સરકાર સમયની કસોટી પર ખરી ઉતરી છે. તેમણે લખ્યું, ‘મોદીએ ભારતને એક બ્રાન્ડ બનાવવા માટે એવા કામ કર્યા છે, જે તેમનાં પહેલાં કોઈ કરી શક્યું નથી. ખાસ વાત એ છે કે ભારતને જે ગમે છે અને જે જોઈએ છે તે કરે છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી અને તેને સંપૂર્ણ સ્વતંત્ર ગણાવી હતી.

વિદેશ નીતિ અલગ છે, કારણ કે અમેરિકાના વિરોધ છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના ર્નિણય પર અડગ છે. ઑક્ટોબર ૨૦૨૨ માં પણ ઇમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કરતાં કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી પોતાની મરજીથી તેલ ખરીદવા સક્ષમ હતું, જ્યારે પાકિસ્તાન પશ્ચિમનું ગુલામ હતું કારણ કે તે તેના લોકોના કલ્યાણ માટે ર્નિભય ર્નિણયો લેવામાં અસમર્થ હતું.

Share This Article