અમદાવાદ : અમદાવાદની ગુફા ખાતે 24 થી 29 સપ્ટેમ્બર, 2024 દરમિયાન આર્ટિસ્ટ ભારતી શાહના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું છે, જેની થીમ “માય માઈન્ડ સ્પીક્સ” છે. ઉલ્લેખનીય છે કે ભારતી શાહ મૂળ અમદાવાદના જ છે અને 4 વર્ષ બાદ તેમના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન અમદાવાદમાં થઈ રહ્યું છે. આ પેઈન્ટીંગ એક્ઝિબિશનમાં ઈટાલિયન લેનિન પર એક્રિલિક દ્વારા બનાવાયેલી 45 પેઈન્ટિંગ્સ એક્ઝિબિટ કરવામાં આવી છે. આ દરેક પેઈન્ટિંગ્સ અલગ- અલગ સાઈઝમાં છે. ભારતી શાહ કયૂબિઝમ આર્ટિસ્ટ છે અને આ 6 દિવસ દરમિયાન યોજાઈ રહેલા એક્ઝિબિશનમાં એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગ્સ દર્શાવવામાં આવી રહી છે. ભારતી શાહની પેઈન્ટિંગ્સ અનોખી હોય છે, તેમાં રેક્ટેન્ગલ્સ, સ્કવેર્સ અને 1 સર્કલ ખાસ હોય છે. આર્ટ લવરને તેમની પેઈન્ટિંગ્સ પ્રથમ નજરે જ ગમી જાય તેવી હોય છે.
આર્ટિસ્ટ ભારતી શાહ એ જણાવ્યું હતું કે, “મારું કામ મારા માઈન્ડને પ્રતિબિંબિત કરે છે તેથી આ એક્ઝિબિશનનું નામ ‘માય માઇન્ડ સ્પીકસ’ રાખ્યું છે. પોતાના શહેરમાં પોતાની મહેનતના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન કરવું એ મારા માટે ગર્વની વાત છે. હું 4 વર્ષ પછી “આપણું અમદાવાદ”માં મારા પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કરી રહી છું. આ કલાકૃતિઓ શહેરના ખાસ કલાપ્રેમીઓ માટે ખાસ છે. મારું માનવું છે કે હાર્ડ વર્ક, ફોકસ્ડ અને કામનેસ દ્વારા તમે કોઈપણ કામ પાર પાડી શકો છો. અત્યાર સુધી મેં સ્મોલ સાઈઝ પેઈન્ટિંગ્સ બનાવી છે પણ આ વખતે ઘણી મોટી પેઈન્ટિંગ્સ આર્ટ લવર્સને જોવા મળશે.”
ભારતી શાહ માને છે કે વ્યક્તિએ એ કામ ખાસ કરવું જોઈએ કે જે કામ કરવામાં તેમને મજા આવે અને તેમાં તમારું શ્રેષ્ઠ આપો. ભારતી શાહની પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન અમદાવાદ બાદ સિડની, ઓસ્ટ્રેલિયામાં પણ યોજાશે જેનું નામ “ધ અધર આર્ટ ફેર” છે. આ ઉપરાંત, આગામી નવેમ્બર મહિનામાં સિંગાપોર ખાતે “ધ એફોર્ડેબલ આર્ટ ફેર” એક્ઝિબિશન પણ યોજાશે. આમ, ભરતી શાહની આર્ટને પસંદ કરનારા અમદાવાદ કે ગુજરાતમાં જ નહિ ભારત દેશની બહાર પણ છે અને તેઓ દરેક વખતે તેમનું શ્રેષ્ઠ આપે છે.