સંભલ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં લગ્નની પાર્ટી લઈ જતી બોલેરો એસયુવી કોલેજની દિવાલ સાથે અથડાતા ૨૪ વર્ષીય વરરાજા સહિત એક પરિવારના આઠ સભ્યોના મોત થયા હતા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ દુ:ખદ ઘટના જેવનઈ ગામમાં બની હતી. અહેવાલો અનુસાર, બોલેરો ખૂબ જ ઝડપે જઈ રહી હતી ત્યારે જનતા ઇન્ટર કોલેજ નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો. વાહન કોલેજની સીમા દિવાલ સાથે અથડાયું અને પલટી ગયું, મીડિયાના અહેવાલ પ્રમાણે વાહનમાં દસ મુસાફરો હતા, જે બધા લગ્ન સમારોહમાં ભાગ લેવા જઈ રહેલા પરિવારના સભ્યો હતા. ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયેલા લોકોમાં વરરાજા, જેની ઓળખ ૨૪ વર્ષીય સૂરજ તરીકે થઈ હતી, તે પણ સામેલ હતો. આ જૂથ સંભલના હર ગોવિંદપુર ગામથી પડોશી બુદૌન જિલ્લામાં સ્થિત સિરતોલમાં
દુલ્હનના ગામ જઈ રહ્યું હતું.
પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા
પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે જીવતા બચાવાયેલા ત્રણ અન્ય લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. બે બચી ગયેલા લોકોની હાલત ગંભીર છે અને તેમને અલીગઢના ઉચ્ચ તબીબી કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા છે.
મૃતકોમાં વરરાજા સૂરજ (૨૪), વરરાજાની ભાભી આશા (૨૬), આશાની પુત્રી ઐશ્વર્યા (૨), મનોજનો પુત્ર વિષ્ણુ (૬), અને વરરાજાની કાકી અને બે અજાણ્યા સગીરો સહિત ત્રણ અન્ય લોકોનો સમાવેશ થાય છે.
સત્તાવાળાઓએ નોંધ્યું છે કે બોલેરો જીેંફ ભરેલી હતી, જેમાં દસ વ્યક્તિઓ તેની પ્રમાણભૂત ક્ષમતા કરતાં ઘણી વધારે મુસાફરો લઈ જઈ રહી હતી.”એસયુવીએ કાબુ ગુમાવ્યો અને જનતા ઇન્ટર કોલેજની દિવાલ સાથે અથડાઈ ગઈ,” ઘટના પછી તરત જ સ્થળની મુલાકાત લેનારા એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (દક્ષિણ) અનુકૃતિ શર્માએ જણાવ્યું. “માહિતી મળતાં, સ્થાનિક પોલીસ અને તબીબી ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. પાંચ વ્યક્તિઓને મૃત હાલતમાં જેવનાઈ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા.”
નજીકના લોકોએ કેદ કરેલા વીડિયોમાં તૂટેલા કાચ, લોહીના ડાઘા અને ભારે નુકસાન પામેલી એસયુવી દેખાઈ રહી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે.