કાબુલના મિલિટ્રી એરપોર્ટ બ્લાસ્ટમાં સંખ્યાબંધ લોકોના મોતની આશંકા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વર્ષ ૨૦૨૨ પુરુ થઈ ચુક્યું છે અને આપણાં સૌ કોઈનો વર્ષ ૨૦૨૩ પ્રવેશ થઈ ચુક્યો છે. ત્યારે નવા વર્ષના પહેલાં જ દિવસે કાબુલથી માથા સામાચાર સામે આવ્યાં છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કાબુલના મિલિટ્રી એરપોર્ટ પર જોરદાર બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. હાલ આ ઘટનામાં સંખ્યાબંધ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. રોઈટર્સના જણાવ્યા મુજબ કાબુલ સેનાના એરપોર્ટ પર બયાનક વિસ્ફોટ કરવામાં આવ્યો છે. તાલિબાન દ્વારા સંચાલિત આંતરિક મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યુંકે, કાબુલમાં સૈન્ય વિમાન મથકની બહાર થયેલાં વિનાશક વિસ્ફોટમાં અસંખ્ય લોકોના મોત નિપજ્યા હોવાની ખબર સામે આવી રહ્યી છે. 

ઉલ્લેખનીય છેકે, હજુ ત્રણ દિવસ પહેલાં જ ઉત્તરી તખાર પ્રાંતની રાજધાની તાલુકાન શહેરમાં વિનાશત ધડાકો થયો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. સોમવારે પણ એક ધડાકામાં ઉત્તરીય બદખ્શાં પ્રાંતના પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોના મોતની આશંકા સેવાઈ રહી હતી.

Share This Article