૨ ઓગસ્ટથી ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે નવી ટ્રેનની શરૂ થશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પશ્ચિમ રેલવે : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક નવી ટ્રેન શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ટ્રેન નંબર ૨૦૯૮૩/૨૦૯૮૪ ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ દ્વિ અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨ ઓગસ્ટ ૨૦૨૪થી દરેક મંગળવાર અને શુક્રવારે ભુજથી ૧૭ઃ૦૦ કલાકે ઉપડશે તથા બીજા દિવસે ૧૨ઃ૨૦ કલાકે દિલ્લી સરાય રોહિલ્લા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર ૨૦૯૮૪ દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૩ ઓગસ્ટ ૨૦૨૪ થી દરેક બુધવાર અને શનિવારે દિલ્લી સરાય રોહિલ્લાથી ૧૫ઃ૦૦ કલાકે ઉપડશે તથા બીજા દિવસે ૧૧ઃ૩૦ કલાકે ભુજ પહોંચશે.


માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબૂરોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે. ઉપરોક્ત ટ્રેનોનું બુકિંગ ૨૫ જુલાઈ, ૨૦૨૪ થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકશે.

Share This Article