લવરાત્રી ફિલ્મનુ નવુ ગીત રજૂ કરાયુ : ચાહકો ઉત્સુક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: સલમાન ખાને આયુશ શર્માને પહેલા પોતાના પરિવારમાં સામેલ કર્યો હતો. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેને લોંચ કરી દીધો છે. આયુશ સલમાન ખાનના હોમ પ્રોડક્શન હેઠળ ફિલ્મ લવરાત્રી બનાવી રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ આશરે પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મ મારફતે આયુશ ડેબ્યુ કરવા જઇ રહ્યો છે.

ટ્રેલરની સાથે બીજુ ગીત રજૂ કરવામાં આવ્યા બાદ તેની ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મનુ ગીત ચૌગાડા પણ રજૂ કરવામાં આવ્યુ છે. બંને ગીતોને ઇન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. હવે ફિલ્મનુ વધુ એક ગીત અખ લડ જાવે રજૂ કરવામાં આવ્યુ છે. આ ગીતમાં બંને ન્યુકમર્સની કેમિસ્ટ્રી જોરદાર જાવા મળી રહી છે. આ ગીત આવનાર સમયમાં ડાન્સ ફ્લોર્સ માટે લોકોની પસંદગીનુ ગીત બનવાની ક્ષમતા ધરાવે છે. બંને કલાકારોએ પણ આ ફિલ્મના આ ગીતમાં જોરદાર ડાન્સ કરીને તમામને ચોંકાવી દીધા છે. મોટા ભાગના પાર્ટી સોંગમાં સાઉડ મ્યુઝિક રાખવામાં આવે છે.

પરંતુ આ ગીતમાં મ્યુઝિક અલગ રીતે રજૂ કરવામાં આવતા ભારે ચર્ચા છે. આ ગીતની કોરિયોગ્રાફી પણ બંને કલાકારોને તેમની કુશળતા દર્શાવવાની તક આપે છે. લીડ એક્ટર્સ ઉપરાંત ફિલ્મમાં રામ કપુર અને રોનિત રોય પણ નજરે પડનાર છે. ફિલ્મને પાંચમી ઓક્ટોબરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ફિલ્મના ગીતો હાલમાં સોશિયલ મિડિયામાં જોરદાર રીતે ધુમ મચાવી રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રીની ધુમ હવે  જોવા મળનાર છે. આવી સ્થિતીમાં આ ફિલ્મ યુવા પેઢીમાં લોકપ્રિયતા જગાવે તેવી શક્યતા છે. ફિલ્મની પટકથા નવરાત્રી પર આધારિત હોવાના હેવાલ મળી રહ્યા છે.

Share This Article