દેશમાં કોરોના વાયરસનું મોજું ફરી એકવાર દસ્તક આપી રહ્યું છે. તાજેતરમાં, કોરોના વાયરસના કેસમાં વધારો જાજોવા મળ્યો છે. કોરોનાના ભય વચ્ચે ફ્લૂના ઘણા કેસો પણ સામે આવી રહ્યા છે, જે ઘાતક બની રહ્યા છે. સામાન્ય માણસના સ્વાસ્થ્ય પર બે તરફી હુમલાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કોરોના વાયરસ દરમિયાન અનુસરવામાં આવેલા નિયમોનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે આગામી મહિનાની ૧૦ અને ૧૧ એપ્રિલે કોરોના વાયરસ સામે લડવા માટે આપણા દેશમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક મોકડ્રીલ કરવામાં આવશે. જેમાં તેને લગતી તમામ સુવિધાઓ, સ્ટાફ અને દવાઓના સ્ટોકની તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ભારતમાં આ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવી છે જ્યારે પાડોશી દેશ ચીનમાં કોરોનાનું ભયાનક મોજું હતું.
આરોગ્ય મંત્રાલય રાજ્ય સરકારો સાથે ચર્ચા કરવા માટે ૨૭ માર્ચે સાંજે ૪.૩૦ કલાકે બેઠક યોજશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. આ બેઠકમાં મોકડ્રીલને લગતી તમામ માહિતી આપવામાં આવશે. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. આ સાથે, વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે. માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ કરવો જાજોઈએ. મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.
એવી સલાહ આપવામાં આવી છે કે જાજો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જાજોઈએ. સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જાજો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો. મંત્રાલયે કહ્યું છે કે જાજો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.