બોપલ-આંબલી રોડ પર સ્થિત ઇસરો કોલોનીમાં પીર પરાઈ ફાઉન્ડેશન અને પરિવર્તન સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમાં રહેતા વડીલો માટે સંગીતમય હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સંસ્થાના અધ્યક્ષ શરદ અગ્રવાલે જણાવ્યું કે, કાર્યક્રમમાં સદાબહાર ગીતો પર વૃદ્ધાશ્રમના વડીલોએ મનમૂકીને સુંદર ડાંસ કર્યા હતા.


કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત વિશ્વ સંવાદના ન્યાસી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના મેનેજિંગ ડાયરેક્ટર પ્રદીપ જૈને જણાવ્યું કે, બાળકોએ પોતાના માતા-પિતાની દિલથી સેવા કરવી જોઇએ, જેથી તેઓને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે વિવશ ન થવુ પડે. તેમણે આ માટે ફરીથી સંયુક્ત પરિવારની પરંપરાને શરૂ કરવાની સલાહ આપી. આટલું જ નહીં રાજ્ય સરકારે તથા કેન્દ્ર સરકારે પણ વડીલો માટે કોઈ યોજના બનાવવી જોઇએ, જેથી તેઓને વૃદ્ધાવસ્થામાં સંતાનો દ્વારા જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગપતિ તથા સમાજસેવી વિનય જૈન, સિંધુ ભવન રોડ પર સ્થિત ગ્લોબલ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. હસમુખ અગ્રવાલ, અગ્રણી કિશનદાસ અગ્રવાલ તથા પીર પરાઈ ફાઉન્ડેશનના સંરક્ષક સુરેશ અગ્રવાલે પણ હાજરી આપી હતી અને કાર્યક્રમને સંબોધિત કરતા સંસ્થાના કાર્યોની સરાહના કરી હતી.




કાર્યક્રમમાં અગ્રણી સોમનાથ ગુપ્તા, શ્યામ સુંદર ગોયલ, કૃષ્ણાબહેન અગ્રવાલ, મુકેશ પટેલ, ચિમનલાલ શાહ, સંતોષ અગ્રવાલ, રવિ પ્રકાશ ગોયલ, શ્યામ સુંદર ઢાણાવાળા, રાજસ્થાના હૉસ્પિટલના સચિવ મહેન્દ્ર શાહ, નરેન્દ્ર સિંહ પુરોહિત, શિવ નારાયણ ગર્ગ, પીર પરાઇ ફાઉન્ડેશનના વી.કે.ગર્ગ, દેવેન્દ્ર પટેલ, કૌશિક શાહ, પ્રેમ બંસલ, સુનીલ ભંસાળી, વિનિત અગ્રવાલ, નિલેશ અગ્રવાલ, લલિત અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંલાચન એડવોકેટ પ્રદીપ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.