નવી દિલ્હી : પાકિસ્તાન તેની નાપાક હરકતો જારી રાખી રહ્યુ છે. પાકિસ્તાનની હરકત વચ્ચે આર્મી ચફ બિપિન રાવતે કહ્યુ છે કે સરહદ પાર ત્રાસવાદીઓના લોન્ચ પેડને ફુંકી મારવા માટે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી શકે છે. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન સતત સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધીને ટેકો આપે છે. આવી સ્થિતીમાં ભારત કઠોર પગલા લેવા માટે મજબુત થઇ શકે છે. આર્મી ચફે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાની સંસ્થાઓને કઠોર સંદેશ આપવાના ઇરાદાથી સર્જિકલ હુમલા કરવામાં આવ્યા હતા.
જનરલ રાવતે કહ્યુ હતુ કે અમે કહેવા માંગીએ છીએ કે જા તમે આ પ્રકારની ગતિવિધી જારી રાખશો તો અમે સરહદ પાર રહેલા કેમ્પોને ફુંકી મારવા માટે ખચકાટ અનુભવ કરીશુ નહીં. આશા મુજબ સારા પરિણામ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે. અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામના ભંગ અંગે તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાની સેના ત્રાસવાદીઓને સરહદમાં ઘુસાડી દેવા માટે ગોળીબાર કરે છે. ગોળીબારના કારણે ત્રાસવાદીઓને ભારતમાં ઘુસી જવાન તક મળી જાય છે. ભારતીય સેનાનુ ધ્યાન ભંગ કરવા માટે આ પ્રકારે ગોળીબાર કરે છે.