મણિપુરમાં ટોળાએ IRB કેમ્પ પર કર્યો હુમલો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મણિપુરમાં હજારો પ્રયત્નો પછી પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યની સરકાર તેમજ કેન્દ્ર સરકાર શાંતિ પુનઃસ્થાપવાના અનેક પ્રયાસો કરી રહી છે તે બાદ આજે ફરી એક વાર મણિપુરમાં સંઘર્ષની સ્થિતિ જોવા મળી. જ્યાં, થૌબલ જિલ્લામાં એકઠા થયેલ ટોળાએ ભારતીય રિઝર્વ બટાલિયન (IRB) કેમ્પમાં ઘૂસી ગયા અને ત્યાં રાખેલા હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો.

જોકે, સુરક્ષા દળોએ સમયસર પરિસ્થિતિને કાબૂમાં લઈ લેતા યોજના નિષ્ફળ ગયી હતી પણ આ દરમિયાન જવાનો અને ભીડ વચ્ચે અથડામણ પણ જોવા મળી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના અંગે ભારતીય સેના દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા ટોળાએ પહેલા સૈનિકોની અવરજવરને રોકવા માટે રસ્તાઓ બંધ કરી દીધા હતા. મણિપુરની સ્થિતિને લઈને રોજ નવી ખબરો સામે આવી રહી છે એક તરફ આજથી પ્રાથમિક શાળાઓ શરુ થઈ રહી છે બીજી તરફ ગઈ કાલે મોડી રાતે એકઠા થયેલા ટોળાએ જો IRB માંઘૂસીને હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પણ જો કે, આસામ રાઈફલ્સ અને રેપિડ એક્શન ફોર્સની વધારાની ટુકડીઓ અને સંયુક્ત પ્રયાસોની મદદથી પરિસ્થિતિને કાબૂમાં લાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. તમને જણાવી દઈએ કે મણિપુર છેલ્લા બે મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. રેગિંગ મોબને કાબૂમાં લેવા માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. હિંસા અંગે સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે મણિપુરના ઘણા ભાગોમાં છૂટાછવાયા બનાવોથી સ્થિતિ તંગ છે. હિંસાની અવારનવાર ઘટનાઓને કારણે સમગ્ર રાજ્યમાં લગભગ ૧૧૮ ચેકપોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે અને ૩૨૬ લોકોની અટકાયત કરવામાં આવી છે. વાસ્તવમાં, મૈતેઈ સમુદાય અનામતનો લાભ લેવા માટે એસટીના દરજ્જામાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યો છે, જ્યારે કુકીઓ અને નાગાઓ તેનો વિરોધ કરી રહ્યા છે.

મૈતેઈ સમુદાયનું કહેવું છે કે રાજ્યમાં મોટા પાયે ગેરકાયદેસર ઈમિગ્રેશનને જોતા તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે મણિપુર હાઈકોર્ટે સરકારને મેઈતેઈ સમુદાયને અનામત શ્રેણીમાં સામેલ કરવાની વિનંતી પર વિચાર કરવા અને કેન્દ્ર સરકારને ભલામણ મોકલવાનો નિર્દેશ આપ્યો.

Share This Article