ભાવનગરમાં રખડતા ઢોરે અડફેટે લેતા આધેડ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભાવનગરમાં રખડતા ઢોરને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અને લોકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રખડતા ઢોરની અડફેટે આવવાથી અનેક લોકો મોત પણ થયા છે. બુધેલ ચોકડી પાસે ૬૨ વર્ષિય વૃદ્ધ રખડતા ઢોરની અડફેટે આવતા વૃદ્ધનું મોત નિપજ્યુ છે. બાઈક પર પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા તેનુ મોત થયુ છે. ત્યારે સ્થાનિકોમાં મનપાની ઢોર પકડવાની કામગીરી સામે રોષ ફેલાયો છે.

dhor


આ પ્રથમવાર નથી જ્યારે રખડતા ઢોરની અડફેટે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય. આ અગાઉ પણ રખડતા ઢોરને કારણે બાઈક પર પડી જવાથી એક યુવકનું મોત નિપજ્યુ છે. લોકો જીવ ગુમાવી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થતી નથી. રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્યની મહાનગરપાલિકાઓને અનેકવાર ફટકાર લગાવી છે છતાં પણ તંત્રની આંખ ખુલતી નથી. જેને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

Share This Article