કરોડો પાટીદારોની આસ્થાના કેન્દ્રસમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ સહિત વિશ્વ ઉમિયાધામની વિવિધ કમિટિના ચેરમેનઓ અને હોદ્દેદારોએ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા ખાતે જગત જનની મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી. શનિવારે વિશ્વ ઉમિયાધામની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ સહિત લગભગ 200થી વધુ ટ્રસ્ટીઓ- હોદ્દેદારોએ મા ઉમિયાના દર્શન કરી નવા વર્ષમાં સામાજિક કાર્યનો વધુને વધુ વેગવંતા કરવાનો સંકલ્પ લીધો.
મા ઉમિયાના દર્શન સાથો સાથે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝાના ટ્રસ્ટીશ્રીઓ અને વિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં બંને સંસ્થાઓ દ્વારા સમાજ ઉત્કર્ષના કાર્ય અંગે ચર્ચા થઈ હતી. આ અંગે વાત કરતા પ્રમુખ આર.પી પટેલ જણાવે છે કે ઉંઝા ખાતે જગત જનની મા ઉમિયાના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. નવા સંકલ્પ સાથે સમગ્ર ટીમ કામ કરવા તત્પર છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડિ.એન.ગોલ, વીપી પટેલ એવમ્ ખજાનચી કાંતિભાઈ રામ સહિત અમદાવાદ – ગાંધીનગર – મહેસાણા – સાબરકાંઠા – અરવલ્લી – પાટણ – કચ્છ – મહિસાર – ખેડા – આણંદ સહિત 10 જિલ્લાના ચેરમેનઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં નવી ઉર્જા સાથે કામ કરીશું. આ સાથે જ વિશ્વઉમિયાધામના તમામ હોદ્દેદારોએ ઉમિયા માતાજીના મૂળ સ્થાનક ગાંખમાં માતાજીના દર્શન કરી નવનિર્મિત મંદિરની મુલાકાત કરી.
