મહારાષ્ટ્રના મહાડમાં શિવસેના (યુબીટી) નેતા સુષમા અંધારે માટે સભામાં લઈ જવા માટે આવેલું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. સુષમા અંધારેનું હેલીકોપ્ટરમાં સવાર થાય તે પહેલા જ હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું. પાયલટ સુરક્ષિત છે. અંધારે દ્વારા શેર કરવામાં આવેલી લાઈવ વીડિયો રેર્કોડિંગના અનુસાર હેલીકોપ્ટર એક અજાણી જગ્યા પર લેન્ડીંગનો પ્રયાસ કરી રહ્યું હતું અને અચાનક એવું લાગ્યું કે, તે વળી ગયું છે અને ડગમગવા લાગ્યું, સંતુલન ખોઈ દીધું અને ફરીથી ખુલા મેદાનમાં ધૂળના વાદળોમાં ભારે અવાજ સાથે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.
સુષમા અંધારે રાયગઢ જિલ્લાના બશીરભાઈ ચિંચકર ગ્રાઉન્ડમાં નક્કી કરેલી જગ્યા પર હેલીકોપ્ટર ઉતરવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના થઈ. આ દુર્ઘટના સવારે ૯.૨૦ કલાકની આજુબાજુમાં થઈ છે. ચોપર એક ચૂંટણી બેઠક માટે અંધારેને બારામતીથી લઈને પુણેથી મહાડ જઈ રહ્યું હતું. ટેકનિક ખરાબીના કારણે દુર્ઘટનાગ્રસ્ત થતાં પહેલા પાયલટે જમીનથી બેથી ચાર વાર ઉપર ચક્કર લગાવ્યા.
હેલીકોપ્ટરનો પાયલટ હેલીકોપ્ટરથી કુદવામાં સફળ રહ્યો અને બચી ગયો. પણ રાયગઢના મહાડ શહેરમાં થયેલી દુર્ઘટનામાં સફેદ અને વાદળી રંગની રોટરી વિંગર ખરાબ રીતે તૂટી ગયું. પોલીસ અને બચાવ દળ ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળ પર પહોંચ્યા, જ્યાં તેમનું હેલીકોપ્ટર ઉડાન ભરવા જઈ રહેલા સુષમા અંધારે જિલ્લાના વિવિધ ભાગમાં પોતાની નિર્ધારિત ચૂંટણી બેઠકો માટે એક કારમાં આગળ વધી રહ્યા હતા.