અમદાવાદ: શેલ્બી હોસ્પિટલ્સ કે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવે છે અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “વોક ઓફ હોપ- વોકથોન” 2.0. નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટ માની એક છે.
હોસ્પિટલના ગ્રૂપ સીઓઓ ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે, “આ ભવ્ય ઈવેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમે ખૂબ જ આભારી છીએ. શેલ્બી હોસ્પિટલ્સમાં, અમે કેન્સરને સજા તરીકે જોતા નથી, પરંતુ “કેન્સર એટલે કેન્સલ નહીં” સાબિત કરીને યોગ્ય કાળજી અને સમર્થન સાથે દૂર કરી શકાય તેવા પડકાર તરીકે જોતા છીએ. આ મેગા ઈવેન્ટ પાછળનો ઉદ્દેશ્ય કેન્સર નિવારણ, વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. દર વર્ષે કેન્સરના કેસોની વધતી જતી સંખ્યા સાથે, શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SCRI) એ એક જ છત નીચે સર્વગ્રાહી અને કરુણાપૂર્ણ કેન્સરની સંભાળ પૂરી પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ચાલો આ ઉમદા હેતુ માટે એક થઈએ અને કેન્સર મુક્ત ભવિષ્ય તરફ કૂચ કરીએ.
ધ વૉક ઑફ હોપ- વૉકૅથોન 2.0 માં ભાગલેનારાઓએ 3 KM અથવા 6 KM વૉકની કરી હતી. આ પહેલમાં શહેરભરની વિવિધ શાળાઓ, કોલેજો, કોર્પોરેટ, કેન્સર સર્વાઈવર, ડોકટરો, ફિટનેસ ફ્રીક વગેરે લોકો એ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો.
શેલ્બી હોસ્પિટલ્સના વરિષ્ઠ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. વિરાજ લવિંગિયાએ માહિતી આપી હતી કે SCRI દરેક દર્દીને વ્યક્તિગત અને અદ્યતન કેન્સરની સારવાર આપવાનો પ્રયત્ન કરે છે. તેમણે કહ્યું, “શેલ્બી હોસ્પિટલ કેન્સરના પડકારનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ (NCRP) દ્વારા 2025 સુધીમાં 1.7 મિલિયનથી વધુ લોકોને પ્રભાવિત કરવાનો અંદાજ છે. અમારી શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SCRI) કેન્સરની સારવારની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. તબીબી, સર્જીકલ, રેડિયેશન ઓન્કોલોજી સહિતની સેવાઓ પ્રદાન કરે છે.”