રામોલ પોલીસે કરાટેના ટ્રેનર આર્ય દુબે સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી
અમદાવાદ : આખા શિક્ષણ વિભાગને શરમસાર કરે એવો કિસ્સો અમદાવાદના રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. રામોલની એકલવ્ય સ્કૂલના કરાટેના ટ્રેનરે વિદ્યાર્થીનીઓ બ્લ્યુ ફિલ્મ દેખાડતા વિદ્યાર્થિનીઓ વાલીઓ અને ક્લાસ શિક્ષકને જાણ કરતા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાલીઓને જાણ થતા જ શાળા ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા રામોલ પોલીસે કરાટેના ટ્રેનર આર્ય દુબે સામે પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. રામોલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કરાટે ટ્રેનર છેલ્લા એક વર્ષથી એકલવ્ય સ્કૂલમાં કરાટે ટ્રેનર તરીકે વિદ્યાર્થીનીઓને કરાટે શીખવાડે છે અને દર અઠવાડીયે એક ક્લાસ હોય છે. કરાટેનો જેમાં દિવાળી પહેલા આરોપી આર્ય દુબે એ દીવાળી પહેલા વિદ્યાર્થીનીઓને બ્લ્યુ ફિલ્મ પોતાના મોબાઈલમાંથી અલગ અલગ વિદ્યાર્થીનીઓને દેખાડી હતી અને ઘરે ન કહેવા માટેની ધમકી આપી હતી. ત્યારે રામોલ પોલીસે કરાટેના ટ્રેનર સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી મોબાઈલ કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે. સરસ્વતીના ધામમાં આ પ્રકારનો કિસ્સો સામે આવતા વાલીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે.
મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટ્સ રોક” નો ફર્સ્ટ લૂક આઉટ!
Gujarati Movie first look : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે "જય માતાજી:...
Read more