સમાજમાં માનવતા, સહકાર અને કરુણાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ દ્વારા એક અત્યંત હૃદયસ્પર્શી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અનેક લોકોના જીવનમાં આનંદ અને યાદગાર ક્ષણો છોડી ગયો હતો.
ગુજરાત લોક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાના જન્મદિવસ (૮ ડિસેમ્બર) નિમિત્તે ૨૦૦ થી વધુ ગરીબ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વૃદ્ધાશ્રમના વૃદ્ધો માટે ગુજરાતી ફિલ્મ “લાલો – કૃષ્ણ સદા સહાય” નિહાળવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અનેક માટે જીવનનો અદભુત અનુભવ બની રહ્યો હતો—ઘણા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પ્રથમ વખત થિયેટરમાં ફિલ્મ જોવા આવ્યા હતા, અને તેમના ચહેરા પરનો નિર્દોષ આનંદ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ બની. આનંદ અને ઉત્સાહથી ઝળહળતા બાળકો માટે આ ક્ષણો જીવનભર યાદગાર રહેવાની હતી.
વૃદ્ધાશ્રમના વડીલો માટે પણ આ દિવસ અત્યંત વિશેષ રહ્યો હતો. ફિલ્મ પૂર્ણ થતાં જ તેઓએ હૃદયથી ટ્રસ્ટી રોહન ગુપ્તાને આશીર્વાદ અને હાર્દિક શુભકામનાઓ આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમને વધુ વિશિષ્ઠ બનાવવા માટે ફિલ્મ “લાલો – કૃષ્ણ સદા સહાય” ના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે બાળકો તથા વૃદ્ધોમાં વિશેષ ઉત્સુકતા અને ખુશી જોવા મળી હતી.
કાર્યક્રમ વાઈડ એંગલ સિનેમા, નોવોટેલ હોટલની બાજુમાં, ઇસ્કોન ચાર રસ્તા પાસે, SG હાઇવે, અમદાવાદ ખાતે ૮ ડિસેમ્બર સોમવારે સફળતાપૂર્વક સમાપ્ત થયો હતો.
આ માનવતાથી ભરેલું કાર્ય વધુ લોકોને પ્રેરણા આપે તે હેતુસર આ કાર્યક્રમની માહિતી તમારા સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલ તથા ડિજિટલ ન્યૂઝ પોર્ટલ પર પ્રસિદ્ધ કરવા માટે અમારી નમ્ર વિનંતી છે, જેથી સદભાવના અને સેવા સંદેશા સમગ્ર સમાજમાં વ્યાપે.
