નવી દિલ્હી : દેશની રાજધાનીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત શર્માના બંગલામાં આગ લાગ્યા બાદ, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા પહોંચી, ત્યારે તેમને ઘરમાં મોટી માત્રામાં રોકડ મળી આવી. આ ઘટના બની ત્યારે જસ્ટિસ શર્મા દિલ્હીની બહાર હતા.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત શર્માની બદલીની ભલામણ કરી દીધી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ જજોની કોલેજિયમે જસ્ટિસ વર્માને પાછા અલ્લાહાબાદ હાઇકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. સૂત્રો અનુસાર જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી જેને ઓલવવા જતાં ટીમને ત્યાં ભારે માત્રામાં રોકડ મળી આવતા આ એક્શન લેવામાં આવી હોવાની ચર્ચા છે.
આ મામલે સૂત્રો થકી મળતી માહિતી અનુસાર ફાયર બ્રિગેડના અધિકારીઓ જ્યારે આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને કેશનો ઢગલો મળી આવ્યો હતો. આ મામલે તાત્કાલિક સીજેઆઇના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમને જાણ કરાઈ હતી જેના બાદ યશવંત વર્માની બદલીનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે તમામ પ્રકારની માહિતી ઝ્રત્નૈંને આપવામાં આવી હતી. તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી અને કોલેજિયમની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી, જેમાં જજ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. બીજી તરફ, કેટલાક ન્યાયાધીશોએ તેમના રાજીનામાની માંગ શરૂ કરી અને સમગ્ર મામલાની તપાસની પણ માંગ કરી.
તેમનું કહેવું છે કે આ કિસ્સામાં, ફક્ત ટ્રાન્સફર પૂરતું નથી, આ ન્યાયતંત્રની છબી બગાડશે. તેમની માંગ છે કે ન્યાયાધીશ યશવંત વર્માએ રાજીનામું આપવું જોઈએ, જો તેઓ ઇનકાર કરે છે, તો મુખ્ય ન્યાયાધીશે 1999માં સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ઇન-હાઉસ પ્રક્રિયા હેઠળ તેમની સામે તપાસ શરૂ કરવી જોઈએ.