શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં થયેલા પ્રચંડ બોમ્બ બ્લાસ્ટમાં સેનાના એક જવાનનુ મોત થયુ છે. જ્યારે અન્ય પાંચ ઘાયલ થયા છે. જો કે આ બ્લાસ્ટના સ્વરૂપના સંબંધમાં માહિતી મળી શકી નથી. બ્લાસ્ટ કોઇ આઇઇડી સ્વરૂપનો હતો કે પછી લેન્ડ માઇન બ્લાસ્ટ હતો તે સંબંધમાં માહિતી મળી શકી નથી.
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઉંડી તપાસ હાથ ધરી છે. સુત્રોએ કહ્યુ છે કે બ્લાસ્ટમાં ઘાયલ થયેલા વ્યક્તિનુ મોત થયુ છે. તે પહેલા કાશ્મીરના બડગામમાં પણ બ્લાસ્ટ થયો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન સાથેની સરહદ પર કરવામાં આવેલો બ્લાસ્ટ કોઇ ત્રાસવાદી હુમલો હતો કે કેમ તે મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બડગામના તોસા મેદાનની પાસે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેના લીધે ભારે અફડાતફડી મચી ગઇ હતી. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા લોકોને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં બે લોકોની હાલત ગંભીર દર્શાવવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં સ્થિતી હાલમાં તંગ બનેલી છે. અંકુશ રેખા નજીક વિસ્ફોટમાં સેનાના જવાન શહીદ થયા હતા.સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે ત્રાસવાદીઓ કેટલાક હુમલા કરીને અંધાધુંધી સર્જવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.