નારાયણ બિઝનેસ સ્કૂલ ખાતે માટે ભવ્ય પદવીદાન સમારોહ યોજાયો

Rudra
By Rudra 2 Min Read

નારાયણ બિઝનેસ સ્કૂલ, અમદાવાદ ખાતે બેચ 2022-2024ના અનુસ્નાતક વર્ગના વિદ્યાર્થીઓ માટેના પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્ય અતિથી તરીકે હિટાચી ઈન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટરના સ્ભ્ય, સી.એચ.આર.ઓ અને ડીએન્ડઆઈ લીડ અશુતોષ અંશુ અને ઝેબર ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર રમેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

નારાયણ બિઝનેસ સ્કૂલના ફાઉન્ડર અને ડાયરેક્ટર ડૉ. અમિત ગુપ્તાના પ્રારંભિક પ્રવચન સાથે સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. આયોજિત પદવીદાન સમારંભની અધ્યક્ષતા અશુતોષ અંશુ, રમેશ દેસાઈ તેમજ ડૉ. અમિત ગુપ્તા, ડીન એકેડેમિક્સ ડૉ. પૂર્વી ગુપ્તા અને વિશાલ તિવારી (VP – ગ્રોથ એન્ડ સ્ટ્રેટેજી) દ્વારા કરવામાં આવી હતી. મંચસ્થ અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની મહેનત અને સમર્પણને બિરદાવવા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને એકેડેમિક એવોર્ડ્સ અંતર્ગત 5 ગોલ્ડ, 6 સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્પેશ્યિલ એચીવમેન્ટ એવૉર્ડ, સ્ટુડન્ટ ઓફ ધ યર અને કોર્પોરેટ એક્સેલેન્સ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથી અશુતોષ અંશુએ તેમના પ્રાસંગિક સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતુ અને વિદ્યાર્થીઓને તેમનાં કારકિર્દી નિર્માણ માટે કેળવણી અને મહેનતની મહત્તા પર ભાર મૂક્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ગરિમા મિશ્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને પ્રોફેસર્સના ચહેરા પર ગૌરવ છવાયેલ જોવા મળી રહ્યું હતું. આ પદવીદાન સમારંભ નારાયણ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નવા માર્ગ પર આગળ વધવા માટે એક યાદગાર ક્ષણ બની રહી.

Share This Article