ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા 100 વર્ષની ઉજવણીરૂપે “શતાબ્દી મહોત્સવ”નું ભવ્ય આયોજન તા. 13 એપ્રિલ 2025, રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે ભવ્યતા સાથે યોજાયું હતું. સદીઓથી સમાજના શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ વિકાસમૂખી કાર્યો માટે અડગપણે કાર્યરત ગુજરાત પ્રજાપતિ સમાજે શતાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમો યોજીને સમગ્ર સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અભિગમ રાખ્યો છે.
આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યા હતા.
પ્રમુખ શ્રી કેશવલાલ એસ. પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા 500 દીકરીઓ માટે અદ્યતન સુવિધાઓયુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં લાઇબ્રેરી, ઈ-લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ રૂમ, કેફેટ એરિયા, જીમ અને મેડિકલ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે.
આ મહોત્સવ દરમિયાન સામાજિક-શૈક્ષણિક ઠરાવ પસાર કરવામાં આવ્યા તથા ભવિષ્યમાં સમાજના યોગક્ષેમ માટે માર્ગદર્શન મળ્યું.
ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાંથી લગભગ 15,000 પ્રજાપતિ સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેણે કાર્યક્રમને વિશાળ અને ભવ્ય બનાવ્યો.
આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રમુખશ્રી કેશવલાલ એસ. પ્રજાપતિ, વિજયભાઈ કે. પ્રજાપતિ, પ્રો. ડૉ. જયંતીભાઈ પ્રજાપતિ, ડૉ. વિધિ ઓઝા, વર્ષાબેન હારેજા, અરુણાબેન પ્રજાપતિ, વસંતભાઈ પ્રજાપતિ તથા સમગ્ર આયોજન સમિતિએ મહેનતપૂર્વક યોગદાન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ સમાજના ઈતિહાસમાં યાદગાર બની રહેશે અને આવનાર પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે.