અમદાવાદના આંગણે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો માટે બ્રહ્મ ચોર્યાસી એટલે કે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. 8 મી જાન્યુઆરીના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાંથી 84 પેટાજ્ઞાતિના 11 ,000 બ્રાહ્મણો બ્રહ્મ વસ્ત્રો ધારણ કરી એક સાથે પંગતમાં બેસી બ્રહ્મ ભોજન કરશે. તેની પહેલા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે. આ બ્રહ્મ ચોર્યાસીમાં પરમ પૂજ્ય અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શ્રી શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીનાં પ્રતિનિધિ પૂજ્ય બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી આશીર્વચન આપશે.
બ્રહ્મ ચોર્યાસી એ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.આ બ્રહ્મ ભોજનનો હેતુ આવનારી પેઢીને તેનાથી વાકેફ કરાવાનો અને બ્રહ્મ એકતાનો છે. શાસ્ત્રોમાં બ્રહ્મ ભોજન કરાવાનો અનેરો મહિમા છે. એવું માનવામાં આવે છે કે જે યજમાન બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેમના પર દેવની અસીમ કૃપા બની રહે છે.