જશોદા નગર ચોકડી ખાતે આયોજિત એક પ્રેસ વાર્તામાં શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળના કમિટી મેમ્બર્સ એ જણાવ્યું હતું કે, “૨૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ અમારા દ્વારા એક અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 5000 થી વધુ જૈનોને જોડવા માટે અમે એક અભિયાન કર્યું છે. યાત્રામાં 30 થી વધુ મંદિરોનો સમાવેશ થશે અને અમારા યાત્રામાં આશરે 1000 થી 1200 ટુ વ્હીલર્સ, 200 થી વધુ ફોર વ્હીલર્સ, 40 મોટા વાહનો અને 50 ઓપન જીપ્સ ભાગ લેશે.”
ક્લબના કમિટી મેમ્બર્સ એ વધુમાં જણાવ્યું હતું કે, ” અમારા દ્વારા છેલ્લા 10 વર્ષથી મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે અને અમે દર વર્ષે ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરીયે છીએ. આ યાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં લોકોમાં અહિંસાની ભાવના જાગૃત કરવાનો છે.આ વર્ષે અમારું ભવ્ય અહિંસા યાત્રા 20 કિલોમીટરનો રૂટ બનાવીને શહેરની પરિક્રમા કરશે.જૈન ધર્મની 15 વિશેષ રજૂઆતો છે જે યાત્રા દરમિયાન રજૂ કરવામાં આવશે. આ અહિંસા યાત્રા હાટકેશ્વર જૈન મંદિર, ઇસનપુર, સુખરામ નગર, ખોડિયારનગર, જૈન મિલનથી પ્રસ્થાન કરીને ભારત પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થશે.આ યાત્રામાં પ્રસાદના 10000 પેકેટ તૈયાર કરીને યાત્રામાં જૈનો સિવાય યાત્રામાંથી પસાર થતા અન્ય સમુદાયના તમામ લોકોને વહેંચવામાં આવશે. સમાપન સમારોહ બાદ 5000 જૈનો માટે પ્રસાદ સ્વરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.”