મોનિક જેરેમિયા નામની છોકરી પોતાનો બેડ ભાડે આપી મહિને કમાય છે ૪૨ હજાર રૂપિયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની રહેવાસી મોનિક દર અઠવાડિયે ૧૪,૦૦૦ રૂપિયા ભાડું લે છે
ઓસ્ટ્રેલિયા : જે લોકો રિલેશનશિપમાં હોય છે અથવા પાર્ટનર સાથે રહે છે તેમના માટે આખો ડબલબેડ પણ નાનો પડે છે, પરંતુ જેઓ સિંગલ છે તેમને સૂવા માટે બેડનો એક જ ભાગ જરૂરી છે. એવામાં ઘણી વખત બીજાે ભાગ નકામો લાગે છે. જાે કે, જે લોકો બિઝનેસ માઇંડેડ હોય છે તેઓ અહીં પણ લાભ મેળવે છે. ચાલો તમને આવી જ એક છોકરીનો પરિચય કરાવીએ. એક અહેવાલ મુજબ એક છોકરી તેના બેડના બીજા ખાલી ભાગનો ઉપયોગ એવી રીતે કરી રહી છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. યુવતીએ આ ખાલી જગ્યા ભાડે આપી છે, જ્યાં કોઈ પણ આવીને સૂઈ શકે છે અને તેના બદલામાં તેને પૈસા આપી શકે છે. આ રીતે યુવતી પોતાની કમાણી લાખો રૂપિયા વધારી રહી છે. આ છોકરીનું નામ મોનિક જેરેમિયા છે અને તે એક અનોખો બિઝનેસ આઈડિયા લઈને આવી છે. ભાડેથી પોતાનો બેડ આપવાનું શરૂ કર્યું છે. આ છોકરી બેડ શેરિંગના આ કોન્સેપ્ટથી દર મહિને £૪૦૦ એટલે કે લગભગ ૪૨ હજાર રૂપિયા કમાઈ રહી છે. એક વર્ષના ગણીએ તો આ લગભગ ૫ લાખ રૂપિયા છે. તે ફક્ત બેડનો એક ભાગ અને ઓશીકું આપે છે અને લોકો તેના પર સૂઈ જાય છે. આ વિચાર જેટલો સરળ છે તેટલો જ જાેખમી પણ છે. હોટ બેડિંગ નામના આ બિઝનેસમાં યુવતી તેના ઘરની ખાલી બેડ સ્પેસ શિફ્ટના આધારે ભાડે આપે છે. જાે કે તે સ્પષ્ટ છે કે આમાં કોઈ રોમેન્ટિક એંગલ સામેલ નથી, પરંતુ જાેખમ હંમેશા રહે છે. તાજેતરમાં જ યુવતીના પૂર્વ બોયફ્રેન્ડે તેની પાસેથી એક બેડ પણ ભાડે લીધો હતો. છોકરી કહે છે કે આમાં તમારે સિદ્ધાંતવાદી અને ખુલ્લા મનની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની રહેવાસી મોનિક દર અઠવાડિયે ૧૪,૦૦૦ રૂપિયા ભાડું લે છે. આ તેમને તેમના ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરે છે.

Share This Article