કોલકાતા એરપોર્ટના ૩C ડિપાર્ચર ટર્મિનલ બિલ્ડિંગમાં આગ લાગી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોલકાતા એરપોર્ટ પર ભીષણ આગ લાગી છે. ત્રણ ફાયર ફાયટર આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે. આગના કારણે ત્યાં હાજર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આગ ચેક-ઈન કાઉન્ટર પાસે લાગી હતી. આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં બુધવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટની અંદર આગ ફાટી નીકળી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન, એરપોર્ટ અધિકારીએ જણાવ્યું કે આગ કોલકાતા એરપોર્ટના ૩C ડિપાર્ચર ટર્મિનલ બિલ્ડિંગમાં લાગી હતી. કોલકાતા એરપોર્ટ ઓથોરિટીએ હજુ સુધી આગ લાગવાનું કોઈ કારણ જાહેર કર્યું નથી. લગભગ ૯:૧૫ વાગ્યાની આસપાસ, કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ ગેટ ૩ નજીકના સુરક્ષા ચેક કાઉન્ટરની બાજુમાંથી ધુમાડો નીકળતો જોયો હોવાની જાણ કરી હતી. આ ઘટનાથી એરપોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જોકે, બે ફાયર ફાઈટરે અડધા કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ વિશે માહિતી આપતા કોલકાતા એરપોર્ટે જણાવ્યું છે કે રાત્રે ૯.૧૨ વાગ્યે ચેક-ઇન એરિયા પોર્ટલ ડીમાં નાની આગ લાગી હતી. રાત્રે ૯.૪૦ વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને ચેક ઇન એરિયામાં ધુમાડાના ગોટેગોટા હોવાને કારણે ચેક ઇન પ્રક્રિયાને રોકી દેવામાં આવી છે. રાત્રે ૧૦.૧૫ વાગ્યે ચેક ઇન સંપૂર્ણ રીતે શરૂ થશે.

Share This Article