૯૦ના દાયકાની સિરીયલ ‘શક્તિમાન’ પર હવે ફિલ્મ બનશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સોની ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શક્તિમાનનો ચહેરો દેખાતો નથી. પરંતુ ગંગાધરના ગોળ ચશ્મા ચોક્કસ દેખાઈ રહ્યા છે. જે સિરિયલના દિવસોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ સાથે એક આઇકન પણ બતાવવામાં આવ્યું છે, જેમાં કોઈ તસવીર લેવામાં આવી નથી. સોની પિક્ચર્સની આ જાહેરાત બાદ ‘શક્તિમાન’ સિરિયલના ફેન્સ ચોક્કસપણે ખુશ થઈ ગયા છે. હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ ફિલ્મમાં શક્તિમાનના રોલમાં કોણ જોવા મળશે. ‘ભારત અને દુનિયામાં અમારી ઘણી સુપરહીરો ફિલ્મોની સફળતા પછી હવે અમારા દેશી સુપરહીરોનો સમય આવી ગયો છે. સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન શક્તિમાન પર લાવવા માટે તૈયાર છે અને આઇકોનિક સુપરહીરોના જાદુને ફરીથી બનાવશે.

આ ફિલ્મનું નિર્માણ ‘બ્રુઈંગ થોટ્‌સ પ્રાઈવેટ લિમિટેડ’ અને મુકેશ ખન્નાની ભીષ્મ ઈન્ટરનેશનલ સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. આ શો પ્રથમવાર ૧૩ સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ ટેલિકાસ્ટ થયો હતો અને ૨૦૦૫ સુધી ચાલ્યો હતો. આ પછી લોકડાઉનના દિવસોમાં આ સિરિયલ ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી. જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મેકર્સ ત્યારથી જ આ ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ સીરિયલમાં મુકેશ ખન્ના ઉપરાંત કીટુ ગિડવાણી અને વૈષ્ણવી મહંત મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.‘શક્તિમાન’ ૯૦ના દાયકાની લોકપ્રિય ટીવી સિરિયલ છે. જેને દર્શકો આજે પણ ભૂલી શક્યા નથી. આ સીરિયલમાં અભિનેતા મુકેશ ખન્નાએ સુપરહીરો ‘શક્તિમાન’નું પાત્ર ભજવ્યું હતું. પરંતુ હવે ટીવી સીરિયલ બાદ શક્તિમાન પણ મોટા પડદા પર ઉતરવા જઈ રહ્યો છે. હા, બોલિવૂડમાં તમામ સુપરહીરોને જોયા પછી ‘શક્તિમાન’ની શક્તિ જોવા મળશે.

સોની પિક્ચર્સે આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક શાનદાર વીડિયો પણ રિલીઝ થયો છે, જેમાં શક્તિમાનની ઝલક જોવા મળી રહી છે.

Share This Article