કેનેડાના જંગલોમાં લાગી ભીષણ આગ, હજારો લોકો ઘર છોડી ભાગ્યા, વીડિયો વાયુવેગે વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેનેડા અલ્બર્ટા પ્રાંતમાં આવેલ જંગલમાં ભયંકર આગ લાગી છે. આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, હજારો લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે. જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણે પહેલાથી જ ઈમરજન્સીની ઘોષણા કરી ચુક્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, જંગલમાં લાગેલી આગના કારણે ૨૪,૦૦૦થી વધારે લોકોએ પોતાના ઘર ખાલી કરવા માટે મજબૂર થયા છે. વિનાશકારી જંગલની આગના વીડિયો ટિ્‌વટર પર વાયરલ થઈ રહ્યો છે. ટિ્‌વટર પર પોસ્ટ વીડિયોના કેપ્શન લખ્યું છે કેનેડાથી ગુડ મોર્નિંગ. જંગલોમાં ભયંકર આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બીજી એક ક્લિપમાં ઉત્તરી અલ્બર્ટાના એક શહેરમાંથી વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે, ત્રણ અલગ અલગ જગ્યા પર આગ લાગેલી છે.

Share This Article