હરિયાણાના કરનાલમાં ૪ બાળકોનો પિતા ૫ બાળકોવાળી સાળી લઈને ભાગ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આરોપીની પત્ની પાંચમી વખત ગર્ભવતી બની ત્યારે તે સાળીને પત્નીની ચાકરી માટે ઘેર લાવ્યો હતો
હરિયાણાના કરનાલથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ તેની પત્ની અને ૪ બાળકોને છોડીને તેની પરણેલી સાળીને લઈને ભાગ્યો હતો. સાળી પણ ૫ બાળકોની માતા છે. પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવક સલીમ ફર્રુખાબાદનો રહેવાસી છે. . આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. સાળીને ૫ બાળકો છે અને આરોપી યુવકને ૪ બાળકો છે હાલમાં પત્ની ગર્ભવતી છે અને ૫મું બાળક પણ આવવાની તૈયારીમાં છે. જ્યારે આરોપીની પત્ની પાંચમી વખત ગર્ભવતી બની ત્યારે તે સાળીને પત્નીની ચાકરી માટે ઘેર લાવ્યો હતો પરંતુ ત્યારે તેની સાથે સંબંધ બંધાયો અને પછી બન્ને ભાગી ગયા હતા. ઘરના લોકોને પણ પાંચ દિવસ બાદ સાળાના ભાગી જવાની ખબર પડી હતી. જે બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોતાની ફરિયાદમાં પીડિત પરિવારે પોલીસને જણાવ્યું કે, આરોપી યૂપીના ફર્રુખાબાદનો રહેવાસી છે. તે કરનાલના ઘરૌંડાના એક ગામમાં રહે છે. તેને ચાર બાળકો છે અને તેની પત્ની ગર્ભવતી છે. તે તેની સાળીને તેની પત્નીની સંભાળ રાખવા માટે આવ્યો હતો. વારંવારની વિનંતીથી પરિવારજનોએ સાળીને બનેવી સાથે મોકલી આપી હતી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. જેની કોઈને ખબર ન હતી. પોલીસ બન્નેને શોધી રહી છે પરંતુ હજુ સુધી તેઓ નથી મળી રહ્યાં.

TAGGED:
Share This Article