વિધિ કરવાના બહાને લાખો રૂપિયા ખંખેરી  રાજસ્થાન ભાગેલો નકલી તાંત્રિક ઝડપાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજકોટમાંથી વધુ એક બાબાની કરતૂત સામે આવી છે, રાજકોટમાં વિધિ કરવાના બહાને એક નકલી તાંત્રિકે બાબાએ લાખો રૂપિયા ખંખેરી લીધાની ફરિયાદ સામે આવી છે. પોલીસને ફરિયાદ મળ્યા બાદ નકલી તાંત્રિકને દબોચી લેવામાં આવ્યો છે.

રાજકોટમાં ભોગ બનનાર એક વ્યક્તિએ પોતે એક બાબા દ્વારા ઠગી છે, આ અંગે ભોગ બનનારે રાજકોટના ભક્તિનગર પોલીસે ઠગાઈ કરનાર નકલી તાંત્રિક સામે ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે પોલીસે આ નકલી તાંત્રિકને ઝડપી લીધો હતો, આ તાંત્રિક રાજસ્થાન ભાગી ગયો હતો પરંતુ ભક્તિનગર પોલીસની ટીમ દ્વારા રાજસ્થાન ભાગેલા તાંત્રિકની આખરે ધરપકડ કરી લીધી હતી. તાંત્રિક વિરુદ્ધ આ ફરિયાદ મળ્યા કહેવાઇ રહ્યું છે કે, રાજકોટમાં બીજા કેટલાય લોકોને આ તાંત્રિકે પોતાનો શિકાર બનાવ્યા હોવાની શંકા છે.

Share This Article