સુરતમાં ઘર પાસે રમી રહેલી બાળકીને કુતરાએ ફાડી ખાધી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તપાસ કરતાં વાડીમાંથી બાળકીની લાશ મળી આવી
સુરત
: સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે. રખડતા શ્વાને ચાર વર્ષની બાળકીનો ભોગ લીધો છે. પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગર નજીક એક બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો. મધ્ય પ્રદેશથી ગુજરાન ચલાવવા માટે આવેલા પરિવાર પર બાળકીને મોતથી આભ તૂટી પડ્યું. માસુમ બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતું ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી. સુરતમાં રખડતા શ્વાનોએ એક બાળકીનો ભોગ લીધો છે. ચાર વર્ષની બાળકી શ્વાનોએ હુમલો કર્યો અને એટલી હદ સુધી તેને બચકાં ભર્યા કે એ બાળકીનું મૃત્યુ થઈ ગયું. પાંડેસરાના સિદ્ધાર્થ નગર પાસે આ ઘટના બની. બાળકી ઘર નજીક રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. વાલીઓ તેની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તે નજીકમાં આવેલી વાડીમાંથી મળી આવી. બાળકી મળી ત્યારે તેના શરીર પર કૂતરાના બચકાના અસંખ્ય નિશાન હતા. પરિવારે શ્વાનના હુમલાથી ઘાયલ બાળકીને તરત હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડી પરંતુ તેને ન બચાવી શકાય.

TAGGED:
Share This Article