જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હવે રાજ્યમાંથી ત્રાસવાદનો સંપૂર્ણ રીતે સફાયો કરવા માટેની નીતી પર છેલ્લા કેટલાક સમયથી કામ કરવામાં આવ્યાબાદ નવી તૈનાતી કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં ત્રાસવાદનો સફાયો કરવા માટે હવે મોદી સરકારે મહત્વપૂર્ણ પગલુ લીધુ છે. ખીણમાં ત્રાસવાદીઓનો ખાતમો કરવા પ્રથમ વખત ભૂમિ સેના, વાયુ સેના અને નૌકા સેનાના ખાસ દળને સંયુક્ત રીતે તૈનાત કરવામાં આવ્યા બાદ આની તમામ લોકોમાં ચર્ચા છે. ગરૂડ, માર્કોસ અને પેરા કમાન્ડો હવે સાથે મળીને ત્રાસવાદનો ખાતમો કરનાર છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલા સશક્ત દળ ખાસ પરિચાલન
પ્રભાગ હેઠળ કાશ્મીર ખીણમાં સેનાના પેરા ( ખાસ દળ), નોકા સેનાના મરીન કમાન્ડો (માર્કોસ) અને વાયુ સેનાના ગરૂડ વિશેષ દળની તૈનાતી કરવામાં આવી છે. મેજર જનરલ અશષોક ઢિગરાએની પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. એએફએસઓડીના પ્રથમ વડા ઢિગરા પોતે ખુબ આક્રમક વડા તરીકે રહ્યા છે. તેમની પાસે વ્યાપક અનુભવ છે. તેમના નેતૃત્વમાં હવે ગરૂડ, માર્કોસ અને પેરા કમાન્ડો ત્રાસવાદ સામે તુટી પડવા માટે તૈયાર છે. દુશ્મનના અડ્ડા પર ત્રાટકવા અને તેમના વિસ્તારોમાં પોતાના કબજામાં લેવા માટેના બે અભ્યાસની કામગીરી પણ આ ખતરનાક જવાનોની ટીમ કરી ચુકી છે. એક અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે ત્રણેય દળોની સંયુક્ત ખાસ ટુકડી પહેલાથી જ કામ કરી રહી છે. સેનાના પેરા કમાન્ડો શ્રીનગરની પાસે ત્રાસવાદીઓન ગઢ તરીકે ગણાતા ક્ષેત્રમાં તૈનાત છે.
જ્યારે નોકા સૈનાના માર્કોસ કમાન્ડો જમ્મુ કાશ્મીરમાં વુલર સરોવરની આસપાસ ગોઠવી દેવામાં આવ્યા છે. આવી જ રીતે વાયુ સેનાના ગરૂડ કમાન્ડો લોલાબ અને હાઝિન જેવા વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવ્યા છે. આ પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે ત્રણેય સેના સંયુક્ત રીતે તેમના ખાસ કમાન્ડોને ગોઠવી રહી છે. ગરૂડ કમાન્ડો કાશ્મીર ખીણમાં ત્રાસવાદીઓની સામે સફળ અભિયાન ચલાવી ચુક્યા છે. ઓપરેશન રાખ હાજિનના ગાળા દરમિયાન છ ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવી ચુક્યો છે. આના માટે કોર્પોરલ જેપી નિરાલાને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાયુ સેનાના ગરૂડ કમાન્ડો અને અન્યોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.
કોઇ પણ મુશ્કેલ ઓપરેશન અને સ્થિતિ ને પાર પાડવા માટે તેઓ સક્ષમ છે. તેને હવાઇ હુમલા કરવા, દુશ્મન અંગે ભાળ મેળવી લેવા અને બચાવ ઓપરેશન સહિતની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. માર્કોસ કમાન્ડો જમીન, દરિયા અને હવામાં લડવા માટે સંપૂર્ણ પણે સક્ષમ છે. તેમને અમેરિકાના નેવી સિલ્સની જેમ તૈયાર કરવામાં આવ્યા છે. ભારતીય સેના હાલના સમયમાં જોરદાર રીતે આગળ વધી રહી છે. ખાસ કરીને કાશ્મીરમાં જે રીતે નીતિ અમલી કરવામાં આવી છે તેના કારણે ત્રાસવાદી હિંસા અટકી ગઇ છે.