દિયોદરના કોટડા ગામમાં એક જમીનને લઇને વિવાદ વકર્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બનાસકાંઠામાં જમીન વિવાદ મુદ્દે થયેલી બબાલે પોલીસને દોડતી કરી દીધી છે. ખરેખરમાં અહીં જિલ્લાના દિયોદરમાં ભાડૂતો ગુંડાઓએ આખા ગામમાં આતંક મચાવી દીધો અને ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરીને ફરાર થઇ ગયા હતા, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના કોટડા ગામમાં એક જમીનને લઇને વિવાદ વકર્યો હતો. ગામમાં આ વિવાદને લઇને ભાડૂતી ગુંડાઓ બોલાવવામાં આવ્યા હતા, જેમાં ૬ મહિલાઓ સહિત ૧૨ જેટલા શખ્સો કાળા કપડાં પહેરીને અચાનક ગામમાં આવી ગયા અને આતંક મચાવવાનો શરૂ કરી દીધો હતો. આ લોકોએ ગામના જ ત્રણ લોકો પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આમ કર્યા બાદ આ લોકો નાસી છૂટ્યા હતા, ભાડૂતી ગુંડાઓના આતંકથી આખા ગામમાં ફફડાટ ફેલાયો છે, હાલ આ મામલે દિયોદર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.

Share This Article