અમદાવાદ : થાઇલેન્ડ અને તેની રાજધાની બેંગકોક લેન્ડ ઓફ સ્માઇલ્સ તરીકે ઓળખાય છે, ત્યારે હવે એર એશિયા દ્વારા અમદાવાદ-બેંગકોક ડાયરેકટ ફલાઇટ શરૂ કરવામાં આવી છે. તા.૩૧મી મેથી શરૂ થનારી આ ફલાઇટ માટે એર એશિયાએ અમદાવાદથી માત્ર રૂ.૪૯૯૯માં થાઇલેન્ડની પ્રોમો ફેર સાથેની આકર્ષક ઓફર રજૂ કરી છે. ગુજરાતમાંથી થાઇલેન્ડ જતાં પ્રવાસીઓની સંખ્યા દસ ટકા છે, ત્યારે હવે અમદાવાદથી ડાયરેક્ટ બેંગકોકની ફલાઇટ શરૂ થતાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે એમ અત્રે એરએશિયા થાઇલેન્ડનાં સીઇઓ સાંતિસુક ક્લોંગચાઇયા અને માર્કેટીંગ હેડ રાજકુમાર બરથમને જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એર એશિયાની અમદાવાદથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક સુધી અઠવાડિયામાં ચાર ફલાઇટની સીધી ડાયરેક્ટ સર્વિસ શરૂ થશે. તા.૩૧ મે, ૨૦૧૯થી શરૂ થનારી એરએશિયાનાં પ્રારંભિક ઓફરમાં અમદાવાદ રુટની નવી સર્વિસ સાથે થાઇલેન્ડનાં વિશિષ્ટ કલ્ચર અને એની આંખોને ઠંડક આપે એવી હરિયાળી માણવા ઉપરાંત, એરએશિયા બિગ મેમ્બર્સ માટે સ્પેશ્યલ ઓલ-ઇન પ્રમોશનલ વન-વે ફેર એક્સક્લૂઝિવલી રૂ. ૪,૯૯૯ હશે. તા.૩૧ મે, ૨૦૧૯થી ૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન પ્રવાસ કરવા માટે તા.૯થી ૨૧ એપ્રિલ માટે એરએશિયા.કોમ પર કે એરએશિયા મોબાઇલ એપ પર બુકિંગ કરાવી શકાય છે.
મહેમાનો અર્લી ર્મોનિંગ એરાઇવલ અને ઇવનિંગ ડિપાર્ચર સાથે અનુકૂળ ફ્લાઇટ શીડ્યુલનો લાભ લઈ શકે છે, જે તેમને બેંગકોકમાં પસાર કરવા માટે વધારે સમય આપે છે. કોચી, ચેન્નાઈ, બેંગાલુરુ, ભુવનેશ્વર, જયપુર, વિશાખાપટનમ અને ગયા(સિઝનલ) પછી એરએશિયા થાઇલેન્ડ (કેરિયર કોડ એફડી) માટે અમદાવાદ ભારતનું નવું ડેસ્ટિનેશન છે. એરએશિયા થાઇલેન્ડનાં સીઇઓ સાંતિસુક ક્લોંગચાઇયાએ ઉમેર્યું કે, ભારત એરએશિયા માટે વ્યૂહાત્મક બજાર છે અને અમારું ધ્યાન દેશ સાથે અમારું આંતરરાષ્ટ્રીય જોડાણ વધારવા પર કેન્દ્રિત છે. આ નવો રુટ છે, જે પશ્ચિમ ભારત માટે પ્રવાસની તકો વધારશે અને અમને વિશ્વાસ છે કે ઓછું ભાડું અને એવોર્ડ વિજેતા સર્વિસનો અમારો વિશિષ્ટ સમન્વય આ ઓછી સુવિધા ધરાવતાં રુટ પર ટ્રાફિકને પ્રોત્સાહન આપશે તેમજ પ્રવાસન અને આર્થિક વૃદ્ધિને વેગ આપશે.
એરએશિયા થાઇલેન્ડે ભારતીય રુટો પર ૮૭ ટકા સુધીનો પોઝિટિવ લોડ ફેક્ટર રેકોર્ડ કર્યો છે, જેમાં બેંગકોક અને ભારતમાં હાલનાં કેન્દ્રો વચ્ચે પ્રવાસ કરતાં મહેમાનોમાં વર્ષે ૭ ટકાનો વધારો થયો હતો, જેથી બંને દેશોને આર્થિક લાભ થયો છે. બેંગકોકથી આગળ એરએશિયાનાં નેટવર્કનો લાભ લેવા ઇચ્છતાં મહેમાનો સુવિધાજનક ફ્લાય-થ્રૂ સર્વિસનો ઉપયોગ કરી શકે છે, જે તેમને અમદાવાદથી ચિઆંગ માઇ, ફુકેટ અને ક્રેબી જેવા સ્થાનિક કેન્દ્રો સુધી બેગેચ ચેક સાથે વાયા બેંગકોક તેમજ સિંગાપોર, બાલી, હોંગકોંગ, કુઆલા લમ્પુર, હો ચી મિન્હ અને ટોક્યો જેવા એશિયાનાં અન્ય શહેરો સુધી પ્રવાસ કરવાની સુવિધા આપે છે. આશિયાનનાં કેન્દ્રમાં સ્થિત થાઇલેન્ડ એની સમૃદ્ધ સંસ્કૃતિ, ભવ્ય ધાર્મિક કેન્દ્રો અને વૈશ્વિક કક્ષાની હોસ્પિટાલિટી માટે પ્રસિદ્ધ વાઇબ્રન્ટ ડેસ્ટિનેશન છે, જ્યાં શોપિંગ કરવા માટે અનેક જાણીતા કોમ્પ્લેક્સ છે અને દુનિયાભરની વાનગીઓ પીરસતી સ્ટ્રીટ ફૂડ છે, જે મધરાતથી સવાર સુધી મુલાકાતીઓને આકર્ષશે. વન-વે ઓલ-ઇન ફેરમાં ફક્ત કરવેરા અને ફી સામેલ છે. એરએશિયાએ બિગ લોયલ્ટી મેમ્બર્સને આકર્ષક પ્રોમો ફેર રજૂ કર્યા છે.