તુર્કીમાં હજૂ પણ આવશે વિનાશક ભૂકંપ, હજારો લોકોના જશે જીવ, વૈજ્ઞાનિકોએ કર્યો મોટો દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપથી પ્રભાવિત વિસ્તારમાં ધ્વસ્ત થયેલા ઘર અને કાટમાળમાંથી લાશ બહાર કાઢ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને ૧૯,૦૦૦થી વધારે થઈ ગઈ છે. મોટી તબાહી બાદ દેશમાં વધું એક શક્તિશાળી ભૂકંપની ભવિષ્યવાણી આવી ચુકી છે. ભૂકંપવિજ્ઞાની ડોગન પેરિનસેકે ચેતવણી આપી છે કે, ટૂંક સમયમાં પશ્ચિમી તુર્કીમાં વધુ એક ૭ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. કૈનક્કલના પોર્ટ શહેરની નજીકના વિસ્તારમાં લગભગ દર ૨૫૦ વર્ષોમાં મોટા ભૂકંપ આવે છે. પેરિન્સેક અનુસાર, છેલ્લા ૨૮૭ વર્ષ પહેલા આવ્યો હતો, જેનો અર્થ છે કે, સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, તે છેલ્લા દશ દિવસમાં માર્મારા સાગરની દિશામાં કનક્કલે વધેલી ભૂકંપની ગતિવિધિઓનો રેકોર્ડ રાખી રહ્યા છે. તેમની ચેતવણી સોમવારે દક્ષિણ-પૂર્વ તુર્કી અને ઉત્તરી સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપની સીરીઝ બાદ આવ્યો છે.

તુર્કી અને સીરિયામાં બચાવ ટીમ ભૂકંપના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ઘરના કાટમાળમાંથી ફસાયેલ લોકોની તપાસ ચાલી રહી છે. તમામ અચડણો અને પડકારો છતાં ૭.૮ની તીવ્રતાના ભૂકંપના ૭૨ કલાક બાદ લાશો કાટમાળમાંથી નીકળી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, બંને દેશોમાં કેટલાય મૃતકો હજૂ પણ મળવાની શક્યતા છે. WHOના જણાવ્યા અનુસાર, મૃતકોની સંખ્યા ૨૦ હજારની નજીક પહોંચી જશે. આ દરમિયાન ભારતીય સેના અને એનડીઆરએફની ટીમે તુર્કીમાં મોર્ચો સંભાળી લીધો છે. ભારતીય સેનાએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.

Share This Article