વારાણસી : વારાણસીમાં જોરદાર શક્તિ પ્રદર્શન ગુરૂવારના દિવસે તેમના સંસદીય મતવિસ્તારમાં કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ચોકીદારને સાથે રાખીને મોદીએ શુભ સમયમાં ઉમેદવારી કરી હતી. ઉમેદવારી નોંધાવી તે પહેલા જ અકાળી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ, શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે, જેડીયુના નેતા અને બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર, ભાજપ પ્રમુખ અમિત શાહ અને અન્ય દિગ્ગજ પહોંચી ગયા હતા. તમામે બેઠક પણ યોજી હતી. વારાણસીમાં ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા મોદીએ બુથના કાર્યકરોને સંબોધન કર્યુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે તેઓ તમામ નરેન્દ્ર મોદી છો. તેઓ પોતાના મતવસ્તારના બુથના પીએમ ઉમેદવાર છો. મોદીએ આ ગાળા દરમિયાન બુથ કાર્યકરોને રેકોર્ડ મતદાન કરવા માટે સંકલ્પ કર્યો હતો. મોદીએ સંબોધન કરતા કહ્યુ હતુ કે તેઓ જીતી તો ગઇકાલે જ ગયા હતા. હવે દરેક પોલિંગ બુથ પર જીત મેળવી લેવાનો સમય છે. મોદીએ આ ગાળા દરમિયાન વિરોધી દળો સાથે દોસ્તી અને ભાઇચારાને જાળવી રાખવા માટે પણ અપીલ કરી હતી. પીએમે કહ્યુ હતુ કે તેઓ પોતે પણ બુથ કાર્યકર તરીકે કામ કરી ચુક્યા છે. મોદીએ કહ્યુ હતુ કે તેમને પણ દિવાળ પર પોસ્ટરો ભુતકાળમાં ચોટાડ્યા છે. તમામ પોલિંગ જુથ જીતવા માટેનો સમય છે. દિલ જીતવા માટે ચૂંટણી લડનાર પહેલાથી જ જીતી જાય છે.
મોદીએ કાર્યકરોને સંબોધન કરતા કહ્યુ હતુ કે તમે મારા માલિક સમાન છો. પાંચ વર્ષમાં કાર્યકર તરીકે નરેન્દ્ર મોદીએ પાર્ટીએ તેમની પાસેથી જ્યાં સમય માગ્યો જેટલો સમય માંગ્યો તેમ ક્યારેય ઇન્કાર કર્યો ન હતો. મોદીએ કહ્યુ હતુ કે અમને કેટલાક રિકોર્ડ તોડવાની જરૂર છે. જે ગુજરાતમાં જીતી શકાયા ન હતા. પુરૂષોની તુલનામાં પાંચ ટકા મતદાન મહિલા વધારે કરે તે જરૂરી છે. મોદીએ કહ્યુ હતુ કે માતા અને બહેનોએ ૨૧મી સદીમાં તાકાત બને તે જરૂરી છે. મોદીએ કહ્યુ હતુ કે ગઇકાલના રોડ શો દરમિયાન સામાન્ય લોકોએ તેમને ફરિયાદ કરી હતી. લોકોએ કહ્યુ હતુ કે અંધારામાં રોડ શો કરવાની જરૂર નથી. ખતરો હોઇ શકે છે. તેમને સોશિયલ મિડિયામાં જારદાર ફટકાર લાગી રહી છે. મોદીની કોઇ સુરક્ષા કરે છે તો તે દેશની કરોડો માતાઓ છે. મહિલા શક્તિબનીને તેમની રક્ષા કરે છે.