અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે સામાજિક ઉત્થાનના કાર્યના ભાગ રૂપે વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં IAS-IPS ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ IAS ટ્રેનિંગ સેન્ટર VUFICS અને અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત મોદી સંકુલના સંયુક્ત ઉપક્રમે વધુ એક IAS ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. સાથો સાથ મોદી શૈક્ષણિક સંકુલ છારોડી ખાતે એજ્યુકેશન ક્લાસ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંને સંસ્થાનો મૂળ હેતુ ખૂબ જ નજીવા દરે વધુને વધુ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો છે.
આ પ્રસંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે ગુજરાતી વિદ્યાર્થીઓ સનદી સેવામાં જોડાય તેવું પરિણામ મેળવવું હોય તો ગુજરાત સરકાર 100 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરીને દર વર્ષે દિલ્હી ખાતે સરકારના ખર્ચે તાલીમ આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જેથી કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ સનદી અધિકારી બનવાની સંખ્યામાં વધારો થશે. આ બાબતની મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ ચૂકી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી તેનો નિર્ણય ઝડપથી લે. છેલ્લા 2 વર્ષથી આ રજૂઆત સરકરામાં કરાઈ છે.
આ ઉપરાંત કાર્યક્રમના અધ્યક્ષ સોમાભાઈ ડી. મોદી ટૂંકમાં જણાવ્યું હતું કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. વિદ્યાર્થીઓ મહેનત કરીને તૈયારી કરે ચોક્કસ પરિણામ મળશે જ.