અમેરિકાના મોંટાનામાં ચીની સ્પાઈ બલૂન જોવા મળ્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમેરિકા રક્ષા મંત્રાલય પેંટાગનના પ્રેસ સેક્રેટરી પૈડ રાઇડરે કહ્યું- ચીનના જાસૂસી બલૂન નોર્થ વેસ્ટર્ન સિટી મોંટાનામાં જોવા મળ્યું છે. તે વિદેશી મંત્રી એન્ટની બ્લિંકનની ચીન યાત્રાના એક દિવસ પહેલાં જોવા મળ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન ૫-૬ ફેબ્રુઆરીના રોજ ચીનની મુલાકાત લેશે.અમેરિકામાં એક જાસૂસી બલૂન જોવામાં આવ્યું છે. પેંટાગને દાવો કર્યો છે કે આ બલૂન ચીનનું છે અને તેને અમેરિકામાં નિરીક્ષણ કરવા માટે મોકલ્યું છે. અધિકારીઓએ બલૂન કેટલી ઊંચાઈએ ઊડી રહ્યું હતું તેની કોઈ જાણકારી આપી નથી, પરંતુ તેમણે કહ્યું કે બલૂન સિવિલિયન એર ટ્રાફિક ઉપર અને આઉટર સ્પેસ નીચે ઊડી રહ્યું હતું. પેંટાગનના એક અધિકારીએ કહ્યું- બલૂન સિવિલિયન એર ટ્રાફિક ઉપર છે એટલે હાલ અમે બલૂનને નષ્ટ કરવા કે તેને નીચે પાડવાનો ર્નિણય લીધો નથી. આવું કરવાથી લોકોને નુકસાન પહોંચી શકે છે.

ડિફેન્સ મિનિસ્ટ્રીના એક અધિકારીએ કહ્યું કે આ બલૂન વધારે સમય સુધી દેશમાં રહી શકે છે. જોકે, તેનાથી કોઈપણ પ્રકારનો મિલિટરી કે ફિઝિકલ ખતરો નથી. તેનું એક્સેસ પણ લિમિટેડ છે તો તેના દ્વારા ગુપ્ત જાણકારી પણ એકઠી કરી શકાય નહીં. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પેન્ટાગોનને નથી લાગતું કે ચીન સેટેલાઇટ ઇમેજ દ્વારા જે પ્રાપ્ત કરી શકે છે તેની તુલનામાં આ બલૂનમાંથી કંઈપણ પ્રાપ્ત કરશે. સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિંકનની મુલાકાત પહેલાં આ સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકાના આ પગલાને ચીન માટે ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે. ૬ વર્ષમાં પહેલી વખત અમેરિકાના વિદેશ મંત્રી ચીનની મુલાકાતે આવી રહ્યા છે. બ્લિંકન આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળે તેવી શક્યતા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને અમેરિકાની જાસૂસી કરવાની કોશિશ કરી હોય. આ પહેલાં ચીન વ્હાઈટ હાઉસ પાસે ગાર્ડન બનાવીને તેમાં પેગોડા (મઠ કે ગુંબજ) બનાવીને જાસૂસી કરવાનો પ્રયાસ કરવા ઇચ્છતું હતું. આ પેગોડા વ્હાઈટ હાઉસ સહિત અન્ય સરકારી ઈમારતોથી ૮ કિલોમીટર દૂર રાખવા ઇચ્છતા હતા. તેની ઊંચાઈને કારણે દૂર સુધી નજર રાખવા માંગતા હતા. જોકે, અમેરિકાની ગુપ્તચર એજન્સી હ્લમ્ૈંએ તેને સમય રહેતા અટકાવ્યા હતા.

ચીને મોબાઈલ ટાવર ઉપર હુવેઈના જાસૂસી ડિવાઇસ લગાવીને કાવતરું ઘડ્યું હતું. જેથી મિડવેસ્ટના મિલિટરી બેસની જાસૂસી કરી શકાય. આ ડિવાઇસ ઓબામાના સમયગાળા દરમિયાન લગાવવાનું શરૂ થઈ ગયું હતું. ચીને અમેરિકાના ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવીને ત્યાં પોતાનાં ડિવાઈસ લગાવ્યાં હતાં. ચીન જ્યારે તેમના મિલિટરી બેસ તરફ આગળ વધવા લાગ્યું, ગુપ્તચર એજન્સીની તેના ઉપર નજર ગઈ. તેમણે આ અંગે કાર્યવાહી કરી. ૨૦૨૦માં અમેરિકી સંસદે ગ્રામીણ વિસ્તારોમાંથી ડિવાઇસ હટાવવા માટે ૧૫ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યાં હતા.

Share This Article