ગેમ રમી રહેલ બાળક મોબાઈલ ફાટવાથી દાઝયો, બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તર પ્રદેશના મથુરામાં મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો ત્યારે બાળકના હાથમાં મોબાઈલ અચાનક ફાટ્યો હતો. આ બનાવથી ખળભળાટ મચી ગયો હતો. મોબાઈલ ફાટવાથી બાળક દાઝી ગયો હતો અને તેના હાથ અને મોઢા પર ઈજા થઈ હતી. ઘાયલ અવસ્થામાં પરિવારના સભ્યોએ બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં તેની હાલત સ્થિર છે. આ મામલો મથુરા શહેરના કોતવાલી વિસ્તારમાં સ્થિત મેવાતી વિસ્તારનો છે. ત્યાંના એક ઘરમાંથી વિસ્ફોટનો અવાજ આવતા અહી હંગામો મચી ગયો હતો.આ અવાજ સાંભળીને લોકો જ્યારે સ્થળ પર પહોંચ્યા તો જોયું કે મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો અને તે મોબાઈલ પર ગેમ રમી રહેલ બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. બાળકને જોતા જ પરિવારજનો અને આસપાસના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટના વિશે માહિતી આપતાં મેવાતી મોહલ્લાના રહેવાસી મોહમ્મદ જાવેદે જણાવ્યું કે તેનો ૧૩ વર્ષનો પુત્ર મોહમ્મદ જુનૈદ મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો.

ઘરની અંદર ગેમ રમતી વખતે અચાનક મોબાઈલમાં વિસ્ફોટ થયો. મોબાઈલ વિસ્ફોટના કારણે જુનૈદ ખરાબ રીતે દાઝી ગયો હતો. જ્યારે જુનૈદ ગંભીર રીતે ઘાયલ થતાં તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ જુનૈદની સારવાર શરૂ કરી દીધી છે. ઈમરજન્સી ડૉક્ટર ટિકેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે બાળકની હાલત સ્થિર છે. તેની સારવાર પહેલા અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ ખબર પડશે કે શું સ્થિતિ છે. જુનૈદના હૃદયની બાજુમાં વધુ ઈજા છે. જુનૈદના પિતા મોહમ્મદ જાવેદે જણાવ્યું કે તેણે થોડા સમય પહેલા સ્ૈં કંપનીનો મોબાઈલ લીધો હતો. કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હતી, પરંતુ મોબાઈલ અચાનક કેવી રીતે ફાટ્યો તે મને સમજાતું નથી.

Share This Article