અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કારે ત્રણ વાહનોને અડફેટે લીધા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે કાર હંકારીને વાહનોને અડફેટે લીધા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. કાર ચાલકે વહેલી સવારે જ એક કાર ચાલકે આ અકસ્માત સર્જયો છે. ભરચક વિસ્તારમાં જ ઝડપી ગતીથી વાહન હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. કાર ચાલકે ત્રણ વાહન ચાલકોના જીવને જોખમમાં મુકી દીધા હતા.

ઘટનાનો CCTV વીડિયો વાયરલ થયો છે. અને જેને લઈ લોકોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ રોષ ફેલાઈ રહ્યો છે. હજુ તથ્ય પટેલ જેવા નબીરાએ સર્જેલા ગમખ્વાર અકસ્માતની શાહી સુકાઈ નથી, ત્યાં આ પ્રકારે વાહન હંકારનારા અને સ્ટંટ કરનારાઓના વીડિયો હજુ પણ વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ લોકોમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાત પોલીસે પણ કડકાઈ ભરી કાર્યવાહી હાથ ધરી છે અને હવે સ્ટંટ કરનારા અને ઝડપી ગતિએ વાહન હંકારનારાઓની સામે કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article