અમદાવાદ :ગાંધીનગર અને અમદાવાદમાં હવે ઉંચી બિલ્ડીંગો જાેવા મળી રહી છે. પરંતુ હવે તમને વર્તમાનમાં જે છે એના કરતા પણ વધારે ઉંચી બિલ્ડીંગ જાેવા મળી શકે છે. ઉંચી બિલ્ડીંગો જેતે શહેરની સુંદરતા અને રુઆબમાં પણ વધારો કરતી હોય છે. આવી ઉંચી બિલ્ડીંગોને નિર્માણ કરવી એ અસામાન્ય હોય છે અને તેમાં શરુ થનારી ઓફિસ પણ મોટા કારભાર ધરાવતી હોય છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા હવે વિકાસ દિવસેને દિવસે વિસ્તારવા માટે સફળ પ્રયાસો કર્યા છે. જેમાં હવે એક સમાચાર એવા પણ મહાનગર પાલિકા તરફથી સામે આવી રહ્યા છે કે, ગિફ્ટ સિટી કરતા પણ વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગનુ નિર્માણ થનારુ છે. આ માટેની મંજૂરીની પ્રક્રિયા મહાનગર પાલિકા સ્તરે પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં ગાંધીનગર નજીક આવેલ ગિફ્ટ સિટીએ આકર્ષણના કેન્દ્ર સમાન છે. નિર્માણ કાર્યોમાં એક ઓળખ સમાન તરીકે ગિફ્ટ સિટીને જાેવામાં આવે છે. અહીં આવેલ ટાવરમાં સૌથી ઉંચા ટાવરમાં ૨૮ માળ આવેલ છે. ભારતના સૌ પ્રથમ સ્માર્ટ સિટીનુ નિર્માણ ૮૮૬ એકર વિસ્તારમાં થયુ છે. અહીં ઉંચા અને સુંદર બિલ્ડીંગની સાથે સુવિધાઓ પણ આધુનિક રાખવામાં આવી છે. હવે વધુ એક આધુનિક સુવિધાઓ સાથે અમદાવાદને અડકીને આવેલ વિસ્તારમાં ઉંચુ બિલ્ડીંગ જાેવા મળશે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more