પાકિસ્તાનના કબ્જામાંથી બીએસએફનો એક જવાન છુટો થઈ ગયો છે. ભેજ અને ધુમ્મસના કારણે આ જવાન ભૂલથી સરહદ પાર જતો રહ્યો હતો. બીએસએફે પાકિસ્તાન સાથે વાત કરી અને બાદમાં આ જવાનને છોડી મુકવામાં આવ્યો હતો. હકીકતમાં જોઈએ તો, બીએસએફના એક જવાનને પાક રેંજર્સે પોતાના કબ્જામાં લઈ લીધો હતો.
ધુમ્મસ હોવાના કારણે તે ભૂલથી સરહદ પાર જતો રહ્યો હતો. ત્યારે તુરંત બીએસએફ અધિકારીઓ સાથે વાતચીત કરી અને બાદમાં આ જવાનને સુરક્ષિત પાછો દેશમાં લાવવામાં આવ્યો હતો. શું છે આ આખો મામલો તે જાણો… પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પંજાબના અબોહર સેક્ટરમાં પાકિસ્તાનની સરહદ વિસ્તારમાં બીએસએફ રેંજરે ભૂલથી સરહદ પાર કરી લીધી હતી. તેને જોવા માટે સવારે સર્ચ ઓપરેશન માટે ૮ જવાનોની ટીમ મોકલી હતી. તે ટીમે ફેંસિંગની બીજી બાજૂ જવાનની શોધ હાથ ધરી. બાદમાં ખબર પડી કે, ધુમ્મસ હોવાના કારણે એક જવાન ભૂલથી પાકિસ્તાન વિસ્તારમાં જતો રહ્યો હતો, અને તેને પાક રેંજર્સે ધરપકડ કર્યો હતો. બાદમાં બીએસએફ અને પાક રેંજર્સના અધિકારીઓની ફ્લેગ મીટિંગ બાદ આ જવાનને પાછો આપવા પર સહમતી થઈ ગઈ.
આ અગાઉ પણ કેટલીય વાર જવાનો ભૂલથી પાક સરહદમાં દાખલ થયા છે. પણ દરેક વખતે પાકિસ્તાન તેને છોડતા નથી. પણ આ વખતે ભારતીય રેંજરને સમય રહેતા છોડી મુકવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આ જવાને હાલમાં જ અબોહર બોર્ડર પર તૈનાતી કરી હતી. પણ એક સર્ચ ઓપરેશન દરમિયાન તે ખૂબ જ ધુમ્મસ હોવાના કારણે પોતાના રસ્તેથી ભટકી ગયો હતો અને પાક સરહદમાં ઘુસી ગયો હતો. તે સમયે પાકિસ્તાનના અધિકારીઓએ આ જવાનની ધરપકડ કરી લીધી, જો કે સર્ચ ઓપરેશન દરમિયાન ૮ જવાનોની ટીમ ગઈ ત્યારે ભારતીય જવાનને સુરક્ષિ પાછો ભારત લાવવામાં આવ્યો.