પ્રસૂતા સાથે શારીરિક સબંધ રાખવા માટે દબાણ કરી ત્રાસ ગુજારતા પતિએ તેને રૃમમાં ગોંધી દેતાં વીજાપુર પાસે રહેતો ભાઇ મદદે આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડોદરા : વડોદરાની એક પ્રસૂતા સાથે શારીરિક સબંધ રાખવા માટે દબાણ કરી ત્રાસ ગુજારતા પતિએ તેને રૃમમાં ગોંધી દેતાં વીજાપુર પાસે રહેતો ભાઇ મદદે આવ્યો હતો.પરિણીતા ગર્ભવતી  બનતાં પતિ ત્રાસ આપતો હોવાથી પિયર ચાલી ગઇ હતી.પરંતુ પ્રસૂતિને કારણે તે સમાધાન કરીને સાસરે પરત આવી હતી.તેણે એક સંતાનને જન્મ આપ્યો હતો. ઓપરેશન કરી પ્રસૂતિ કરવામાં આવી હોવાથી મહિલા શારીરિક રીતે અશક્ત બની ગઇ હતી.આમ છતાં પતિ દ્વારા શારીરિક સબંધ માટે દબાણ કરવામાં આવતું હોવાથી બંને વચ્ચે ખટરાગ થતો હતો.ચાર દિવસ પહેલાં પતિએ બાળકી આંચકી લઇ તેને એક રૃમમાં પુરી દીધી હતી. પ્રસૂતાએ આ અંગે વીજાપુર નજીક રહેતા ભાઇને જાણ કરતાં તેણે અભયમની મદદ લીધી હતી.ભાઇ વડોદરા આવે તે પહેલાં અભયમની ટીમ પોલીસ સાથે પહોંચી હતી અને પ્રસૂતાને છોડાવી હતી.ભાઇ લેવા માટે આવે તેમાં વાર લાગે તેમ હોવાથી તેને સિવિલ હોસ્પિટલના સખી વનસ્ટોપ સેન્ટરમાં આશરો આપવામાં આવ્યો હતો.

Share This Article