ઉત્તરપ્રદેશના બરેલીમાં એક દુલ્હને પોતાના વરને ધમકાવ્યો, જાણો આ છે કારણ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દુલ્હને પોતાના શ્યામવર્ણા વરને સાઈડમાં લઈ જઈને ધમકાવ્યો અને લગ્ન તોડી નાખવાની વાત કહી હતી. દુલ્હને ફેરા ફરે તે પહેલા લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેની સાથે જ દુલ્હને વરને ઓછુ ભણેલો હોવાનું કહીને શ્યામવર્ણા પુરુષ સાથે લગ્ન કરવા બદલ તેની બહેનપણીઓ તેની મજાક ઉડાવે છે. આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દિલ્હીના નિહાલ વિહારમાં રહેતા દુર્ગા પ્રસાદ નામના શખ્સના સંબંધ બરેલીના કેન્ટમાં રહેતી છોકરી સાથે થયા હતા. ૬ મહિના પહેલા દુર્ગા પ્રસાદ પોતાના પરિવાર સાથે છોકરીના ઘરે તિલક રસમ પુરી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પહેલી વાર છોકરીએ વરને જોયો. બાદમાં છોકરીએ છોકરો શ્યામ હોવાનું કહી લગ્ન કરવાની ના પાડી દીધી.

છોકરીએ વરને એકલો પોતાની લઈ ગઈ અને ધમકાવ્યો અને કહ્યું કે, તે લગ્ન કરવાની ના પાડી દે. છોકરીએ છોકરાને કહ્યું કે, તું દેખાવે શ્યામ છો, ભણેલો ગણેલો પણ વધારે નથી. સુંદર પણ નથી. મારી બહેનપણીઓ મારી મજાક ઉડાવશે. હું તારી સાથે લગ્ન કરી શકું નહીં. દુલ્હને વરને ધમકી આપતા કહ્યું કે, તું લગ્ન માટે ના પાડી દે. નહીં તો હું લગ્ન બાદ ભાગી જઈશ. તેનાથી તારી અને તારા પરિવારની બદનામી થશે. આ વાત સાંભળીને છોકરો ચોંકી ગયો હતો. ત્યાર બાદ તુરંત તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. છોકરાએ જ્યારે લગ્ન કરવાની ના પાડી તો, છોકરીવાળા તરફથી લોકો ભડકી ગયા. કન્યાપક્ષના પરિવારે છોકરાના પરિવારના લોકો પાસેથી બધો સામાન છીનવી લીધો અને ગાળો ભાંડી ઘરેથી તગેડી મુક્યા.

Share This Article